Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2024

ઉમિયા પરિવારના તંત્રી જયેશ વાછાણીનો જન્મદિન

રાજકોટઃ શ્રીજી પ્રમુખ બિલ્‍ડર્સ, ઉમિયા પરિવાર તંત્રી તેમજ ક્‍વોલિટી સર્કલના સ્‍થાપક સભ્‍ય ડો.જયેશ વાછાણી આજે વસંત પંચમી અને વેલેન્‍ટાઇન ડેના દિવસે ૪૫મો જન્‍મદિવસ ઉજવી રહ્યા છે. કટારલેખનથી શરૂઆત કરી આજે પ્રતિષ્‍ઠિત ઉમિયા પરિવારના યંગેસ્‍ટ તંત્રીનું બહુમાન મેળવેલ છે. લાયકાતે પીએચડી, નોકરી પ્રોફેસરની, વ્‍યવસાય બાંધકામનો અને શોખ વાંચવા-લખવાનો. એમના બેસ્‍ટ સેલરો પુસ્‍તકો ‘હેટ્‍સ ઓફ જિંદગી' અને ‘આઇ લવ મી' વાચકોએ વધાવ્‍યાં છે.

એનાઉન્‍સર અને વક્‍તા તરીકે ખૂબ પ્રસિધ્‍ધી મેળવેલ છે. બે દાયકાથી શિક્ષણ ક્ષેત્ર પ્રોફેસર અને પ્રિન્‍સીપાલ તરીકે કાર્યરત,શ્રીજી બીલ્‍ડર્સ નામે બાંધકામનો વ્‍યવસાય કરનાર ડો. જયેશ વાછાણી સંબંધ અને સંપર્કમાં માહેર છે. સીદસર ઉમિયા માતાજી મંદિર, જૂનાગઢ પટેલ કેળવણી મંડળ, રાજકોટ કવોલિટી સર્કલની સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે.(૨૨.૧૪)

મો. ૯૪૨૬૨ ૦૬૪૩૧ રાજકોટ.

(5:00 pm IST)