Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2024

બક્ષીપંચ મોરચાના સન્ની ચનીયારાનો જન્‍મ દિવસ

રાજકોટ તા. ૧૦ : ભાજપ વોર્ડ પ બક્ષીપંચ મોરચાના આઇ. ટી. સેલના સહ ઇન્‍ચાર્જ સની ચનીયારાનો આજે તા. ૧૦ ના શનીવારે જન્‍મ દિવસ છે. જીવનના ર૪માં વર્ષમાં મંગલમય પ્રવેશ કરી રહ્યા છે. ખેડૂત પરિવારમાં જન્‍મેલ સન્ની ચનીયારા હાલ ૬૮ રાજકોટ (પૂર્વ) વિધાનસભાના સેવાકીય ક્ષેત્રે સતત સક્રિય છે.

સાથોસાથ હાલમાં જ ભાજપ વોર્ડ પ બક્ષીપંચ મોરચાની ટીમમાં તેઓને આઇ. ટી. સેલના સહઇન્‍ચાર્જ તરીકે જવાબદારી સોંપવામાં આવેલ છે. તેમજ ચૂવાળીયા કોળી સમાજ દ્વારા યોજતા વિવિધ સેવાકીય કાર્યોમાં સહભાગી બનીને પોતાનું સામાજિક દાયિત્‍વ નિભાવી રહ્યા છે. તેમના મો. ૯૩ર૭૮ ર૬૩૭પ ઉપર શુભેચ્‍છાઓ મળી રહી છે.

(4:26 pm IST)