Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2024

નિવૃત્ત આઇ.એ.એસ. અધિકારી મહેશ જોશીનો જન્‍મદિન

રાજકોટના પૂર્વ ડી.ડી.ઓ. અને કલેકટર

રાજકોટ : ગુજરાતમાં સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીઓ કરાવતા રાજય ચૂંટણી પંચના નિવૃત સચિવ શ્રી મહેશ વી. જોશી (નિવૃત આઇ. એ. એસ. અધિકારી) નો આજે ૧૦ ફેબ્રુઆરીએ જન્‍મદિન છે. તેમનો જન્‍મ ૧૯પ૩ માં થયેલ આજે બોતેરમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભૂતકાળમાં રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેકટર, પોરબંદર અને વલસાડમાં કલેકટર, રાજયપાલના સચિવ, જમીન દફતર નિયામક, સેટલમેન્‍ટ કમિશનર, નાગરીક પુરવઠા નિગમના મેનેજીંગ ડીરેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે. હાલ ગાંધીનગરમાં નિવૃત જીવન પસાર કરી રહ્યા છે.  મો. ૯૯૭૮૪ ૦પ૩ર૪ -ગાંધીનગર

(12:23 pm IST)