Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2024

રાજકોટ જીલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ જયેશભાઇ સાગઠીયાનો જન્મદિવસ

ખીરસરા,તા.૧૦: રાજકોટ યુથ ફોર ફાઉન્‍ડેશનના પ્રેસિડેન્‍ટ જયેશભાઈ સાગઠીયાનો આજે જન્‍મદિવસ છે. ફાઉન્‍ડેશન થકી ગરીબ લોકોની ખુબ જ સેવા કરી રહ્યા છે સાથે ભારતીય જનતા પાર્ટીમા યુવા ભાજપના રાજકોટ જીલ્લા ના ઉપ પ્રમુખ પદે પણ સંગઠનમા ખુબ ઉત્‍સાહ પુર્વક કામગીરી કરીને સંગઠન ને મજબુત બનાવવાનુ કામ કરી રહ્યા છે . તેમનો અભ્‍યાસ રાજકોટ ખાતેથી આત્‍મીય કોલેજમાં મિકેનિકલ એન્‍જિનિયરિંગ ની ડિગ્રી મેળવેલ છે રાજકીય તેમ સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ છે નાની ઊમરે મોટી નામના મેળવીને ખુબ સારૂ કામ કરી રહ્યા છે. રાજકોટ જીલ્લા તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ભારતીય જનતા પાર્ટીના ની કેન્‍દ્ર સરકાર તેમજ રાજય સરકારની લોકો ઉપયોગી તમામ યોજનાઓ ની માહિતી જનતાને એક ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના ઉપ પ્રમુખ તરીકે પુરી પાડી રહ્યા છે તેમને ભારતીય જનતા પાર્ટી તમામ સંગઠનો આગેવાનો હોદેદારો મિત્ર સર્કલ તરફથી જન્‍મદિવસ ની શુભેચ્‍છા ઓ મળી રહેલ છે મો. ૯૯૭૮૪ ૦૦૩૮૪.

(10:50 am IST)