Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2024

જુનાગઢ જિલ્લાના પૂર્વ સાંસદ દિનુભાઇ સોલંકીનો જન્‍મદિવસ

કોડીનાર, તા. ૯ : જુનાગઢ જિલ્લાના પુર્વ સાંસદ દિનુભાઈ સોલંકીનો આજે જન્‍મ દિવસ છે. તા. ૯/૨/૧૯૫૭ ના રોજ કોડીનાર ખાતે જન્‍મેલા દિનુભાઈ સોલંકી પ્રગતિશીલ ખેડૂત સ્‍વ. બોઘાભાઈ સોલંકી અને સ્‍વ.એજુબેન સોલંકી ના લાડલા સંતાન છે. દિનુભાઈના લગ્ન શાન્‍તાબેન બારડ સાથે થયા હતા.

૨૦૦૧ માં જીવનજ્‍યોત વિકલાંગ સેવા ટ્રસ્‍ટના પ્રમુખ, સોમનાથ કેળવણી મંડળના ચેરમેન, ૨૦૦૩ માં કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ તરીકેની સામાજિક સેવા ઉપરાંત ૧૯૮૧ થી ૧૯૮૬ કોડીનાર તાલુકા પંચાયતના સભ્‍ય ૧૯૮૭ થી ૧૯૯૫ સુધી કોડીનાર નગરપાલિકા સભ્‍ય, ૨૦૦૧ થી ૨૦૦૩ સુધી નગર પાલિકા ના પ્રમુખ, ૧૯૯૯ થી ૨૦૦૩ સુધી બિલેશ્વર ખાંડ ઉદ્યોગના ના ચેરમેન તરીકેની સેવા બજાવનાર દિનુભાઈ સોલંકી ૧૯૯૮ થી સતત ત્રણ ટર્મ સુધી કોડીનાર ના ધારાસભ્‍ય અને ૧૩ મી લોકસભા માં જૂનાગઢના સાંસદ તરીકે દિનુભાઈ સોલંકી એ તેમની સેવાનો ફલક કોડીનાર તાલુકામાંથી વિસ્‍તારીને જિલ્લા સ્‍તરે પોંહચાડયો હતો.

 દિનુભાઈ સોલંકીએ પોતાના વતન અને વિધાનસભા મત વિસ્‍તાર કોડીનારના વિકાસમાં જશ પણ ચાશ રાખી નથી, કરોડો રૂપિયાના પ્રજાલક્ષી કામોમાં દિનુભાઈ સોલંકીની ૧૧ ઉપલબ્‍ધીઓએ કોડિનારને સોનાનો મુલક બનાવી દીધો છે.

(5:48 pm IST)