Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2024

જૂનાગઢ જેસીઆઇના ડાયરેકટર કિશોરભાઇ ચોટલીયાનો જન્મદિન

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૯: શ્રી કિશોરભાઈ ચોટલીયા કે જે જુનાગઢ જેસીઆઈ ના ડાયરેક્‍ટર તેમજ અનેક સંસ્‍થાઓ સાથે જોડાયેલા છે તેઓ મહામંત્રી મહાગુજરાત વાલી મંડળ જુનાગઢ એડવાઈઝર ક્‍લોથ એન્‍ડ રેડીમેન્‍ટ એસોસિયન ટ્રસ્‍ટી શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જુનાગઢ ટ્રસ્‍ટી અને ખજાનચી શ્‍યામ વિદ્યાલય જુનાગઢ તથા કડિયા કુંભાર કન્‍યા છાત્રાલય જુનાગઢ, કારોબારી સભ્‍ય શ્રી અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા, પૂર્વ પ્રમુખ જેસીઆઇ જુનાગઢ, ડાયરેક્‍ટર જેસીઆઇ જુનાગઢ સભ્‍ય શ્રી જિલ્લા બક્ષીપંચ છાત્રાલય જુનાગઢ, કારોબારી સદસ્‍ય શહેર ભાજપ (પૂર્વ મંત્રી બે ટર્મ્‍સ), કન્‍વીનર શ્રી શ્‍યામ મહિલા મંડળ જુનાગઢ, સદસ્‍ય સત્‍યમ યુવક મંડળ જુનાગઢ,

સતાધાર શ્રી આપાગીગા ની જગ્‍યા, શ્રી સ્‍વામિનારાયણ મંદિર, શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ જેવી ધાર્મિક સંસ્‍થાના કોઈપણ ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમમાં સેવામાં હંમેશા સક્રિય એવા કિશોરભાઇ ચોટલીયા ને તેમના

તારીખ ૯/૨/૨૦૨૪ ના રોજ તેમને જન્‍મ દિવસ નિમિત્તે જેસીઆઇ જુનાગઢ પરિવાર દ્વારા ખૂબ ખૂબ શુભેચ્‍છાઓ પાઠવવામાં આવે છે.

(5:48 pm IST)