Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2024

જામનગરના સેવાભાવી જાદુગર રોબર્ટનો આવતીકાલે જન્‍મદિવસ

જામનગર, તા.૯: જામનગરના  જાદુના ખેલ કરતા સેવાભાવી જાદુગર રોબર્ટનો ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૪ ના શનિવારે ૫૯મો જન્‍મદિવસ છે.

જાદુના ખેલ કરી આવનાર આવતી આવકથી સેવા કાર્યો કરનાર જાદુગર રોબર્ટ પોતાનો જન્‍મદિવસ દિવ્‍યાંગ બાળકો સાથે મનાવશે અને હોમ ટ્રેનિંગ સેન્‍ટર ખાતે દિવ્‍યાંગ બાળકો સાથે ભોજન પણ કરશે.

વિશાળ મિત્ર વર્તુળ અને સરળ સ્‍વભાવના જ જાદુગર રોબર્ટને તેમના જન્‍મદિવસ પહેલા જ શુભેચ્‍છાઓનો ધોધ તેમના મોબાઈલ નંબર ૯૮૨૪૦ ૯૩૧૬૫ ઉપર વરસી રહ્યો છે.

 

 

 

(5:48 pm IST)