Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

દાહોદના એસ.પી. અને સોમનાથના પૂર્વ એસ.પી. હિતેશ જોયસરનો આજે જન્મ દિવસ એલ.આઇ.સી. થી I.P.S. અધિકારી સુધીની યશસ્વી સફર

પભાસપાટણ તા ૧૬ :  તેજસ્વી શૈક્ષણીક કારકિર્દી ધરાવતા અને પોલીસ કામગીરી બજાવતા ર્સ્ફુતિ, ચપળતા, સાથે સાલસ-નમ્ર સ્વભાવ અને મળવા જેવા માણસ એવા ગીર સોમનાથ જીલ્લાના પૂર્વ પોલીસ વડા અને હાલ દાહોદ  જીલ્લા પોલીસ વડા હિતેશ જોયસર આજે તેમની  સફળ  તેમજ જીંદગીના ૩૫ વરસ પૂણ ર્કરી ૩૬માં વર્ષમાં પ્રવેશે છે.

ખમીરવંતા  કચ્છના માંડવી તાલુકાના નલીયા ગામે તા. ૧૬-૪-૮૪ ના રોજ જન્મેલા તેઓએ પ્રાથમિક શિક્ષણ ગામડામાંલઇ-માધ્યમિક શિક્ષણ માંડવીમાં અને  ઉચ્ચતર  શિક્ષણ  ભુજ ખાતે લઇ સીવીલ સર્વીસ સ્પીયામાં અભ્યાસ કર્યો, તેમજ ૨૦૦૬માં  એલ.આઇ.સી. વિકાસ અધિકારી અને  ૨૦૧૧ માં આઇ.પી.એસ. તરીકે પસંદગી  પામી મૈસુર, હૈદ્રાબાદ ખાતે  ટ્રેઇનીંગ લઇ  જામનગર ખાતે  પ્રથમ  પ્રોબેશનલ  અધિકારી  નિમાયા.  જીલ્લા પોલીસ વડા તરીકેનું પ્રથમ પોસ્ટીંગ A.S.P  તરીકે અંકલેશ્વર અને વડોદરા D.C.P  પણ  બન્યા, ત્યારબાદ ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા  તરીકે અસરકારક કાયદો વ્યવસ્થા જાળવી સ્ટાફ અને લોકોનો અપાર પ્રેમ મેળવ્યો.

દાહોદ જીલ્લા પોલિસ વડા તરીકે ૭૦૦ જેટલા નાસતા ફરતા ભાગેડુ આરોપીઓને ટુંકા ગાળામાં ઝડપી  પોલિસ તંત્રનું  ગોૈરવ વધાર્યુ  જેમાના ૨૦૦ જેટલા આરોપીઓ તો પાંચ વરસથી વધુ સમય ભાગેડુ હતા. લૂંટ માટ ેકુખ્યાત એમ.પી. હાઇવે ઉપર પોલીસ સહાયતા કેન્દ્રો ખોલી સુરક્ષા દ્રઢ બનાવી અને  પોલિસને લગતા વહીવટી પ્રશ્નોનો નો ઝડપી નિરાકરણ લાવી ત્યાં સરકાર, પ્રજા અને સ્ટાફને ન્યાય આપી અપાર પ્રેમ મેળવ્યો. તેમના જન્મદિને ઠેર-ઠેરથી અભિનંદન શુભેચ્છાઓનો વરસાદ મો.નં. ૯૯૨૫૦ ૩૦૮૯૯ ઉપર થઇ રહયો છે.(૩.૧)

(10:25 am IST)