Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

હરિવંદના કોલેજના પ્રો.ડો.જયેશ વાછાણીનો જન્મદિન : ૪૦માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : હરિવંદના કોલેજના પ્રોફેસર અને ઉમિયા પરિવાર સામાયિકના સહતંત્રી ડો.જયેશ વાછાણીનો આજે ૧૪મી ફેબ્રુઆરીએ જન્મદિવસ છે. વાંચક, લેખક અને વકતા ડો.વાછાણીએ આજે જીંદગીના ૩૯ વર્ષ પૂરા કરી ૪૦માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ કડવા પટેલ સમાજની વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેમજ શ્રીજી બિલ્ડર્સ અને શ્રીજી ઈન્વેસ્ટમેન્ટમાં ભાગીદાર છે.

(3:36 pm IST)