Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

રાજકોટના પૂર્વ કમિશનર, મહેસાણાના પૂર્વ કલેકટર

વડોદરાના મ્યુ. કમિશનર અજય ભાદુનો જન્મદિન

રાજકોટઃ. વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી અજય ભાદુનો જન્મ તા. ૧૧ ફેબ્રુઆરી ૧૯૭૧ના દિવસે થયેલ. આજે વાઈબ્રન્ટ જીવનના ૪૯માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ મૂળ રાજસ્થાનના વતની અને ૧૯૯૯ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. તેમણે નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (જયપુર) ખાતેની સિવીલ એન્જીનિયરની અને નેશનલ લો સ્કૂલ યુનિવર્સિટી, બેંગ્લોરથી પોસ્ટ ગ્રેજયુએટની પદવી મેળવી છે.

શ્રી અજય ભાદુ અગાઉ સુરત અને જૂનાગઢમાં મદદનિશ કલેકટર, ભરૂચ અને મહેસાણામાં જિલ્લા વિકાસ અધિકારી, મહેસાણામાં જિલ્લા કલેકટર, મુખ્યમંત્રીના સચિવ, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર, ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં મુખ્ય વહીવટી અધિકારી વગેરે સ્થાનો પર યશસ્વી ફરજ બજાવી છે. શ્રેષ્ઠ કલેકટર તરીકેનો એવોર્ડ મેળવેલો છે.

ફોન નં. ૦૨૬૫-૨૪૩૩૩૪૪, મો. ૯૯૭૮૪ ૦૬૩૫૮ - વડોદરા

(11:32 am IST)