Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

મોરબી વોલ ટાઇલ્સ એસોના પ્રમુખ નીલેશભાઇ જેતપરિયાનો આજે જન્મદિવસ

મોરબી, તા.૨૦:  વોલ ટાઈલ્સ એસોના પ્રમુખ નીલેશભાઈ જેતપરિયાનો આજે જન્મદિવસ  છે.

કરીયાણાની દુકાનથી કારકિર્દીની શરૂઆત કરનાર નિલેશભાઈ જેતપરિયાએ ૧૯૯૯માં કરીયાણાની દુકાને બેસતા - બેસતા એન.આઈ.આઈ.ટી.માં કોમ્પ્યુટર પ્રોગ્રામીંગ તેમજ તેમના અભ્યાસ દરમ્યાન  કવાલિટી ગુરુશ્રી ફિલિપ ક્રોસ્બીની સંસ્થા દ્વારા કવાલિટી મેનેજમેન્ટનો ઉચ્ચતમ અભ્યાસક્રમ કરેલ અને ત્યારબાદ ડિપ્લોમા ઈન એકસપોર્ટ મેનેજમેન્ટ કરીને ૨૦૦૧માં વિદેશ વ્યાપાર કરીને અત્યાર સુધીમાં ૫૦ થી વધુ દેશોમાં પ્રવાસ કરીને તેઓની કંપની હાલમાં ૬૫થી વધુ દેશોમાં એકસપોર્ટ કરે છે.

તેઓ પ્રથમ એવા પ્રમુખ છે કે જેમને વોલ ટાઇલ્સ એસોશિએશનમાં ફરીથી બિનહરીફ પસંદગી પામવાની સાથોસાથ તેઓ ઇન્ડિયન સીરામીક સોસાયટીના લાઈફ ટાઈમ મેમ્બર છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ તેમજ વર્લ્ડ સ્ટાન્ડર્ડ  તેઓ કમિટી મેમ્બર છે અને સક્રિય પણે ટાઇલ્સના સ્ટાન્ડર્ડમાં સુધારા કરાવીને મોરબીના ઉત્પાદકો isi માર્ક લઇ શકે તે માટે પ્રયત્નો કરીને તેને બદલીને નવા સ્ટાન્ડર્ડ કરવામાં તેઓ સફળ થયા.

આટલેથી જ ન અટકી નિલેશભાઈએ ત્યારબાદ વિશ્વના સ્ટાન્ડર્ડમાં સ્લીમ ટાઇલ્સના સ્ટાન્ડર્ડને બનાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી, તેમના કાર્યકાળ દરમ્યાન સિરામીક ઉદ્યોગના પ્રાણ પ્રશ્નો જેવા કે કોલગેસની મંજૂરી, વેટ સમાધાન યોજના, વેટ તેમજ જીએસટીમાં ટેકસ દ્યટાડવા માટેની રજૂઆતો કરીને તેમા પણ સફળ થયા અને રાજય સરકાર તેમજ કેન્દ્ર સરકારમા પણ સારા સંબંધો બનાવીને સીરામીક ઉદ્યોગના અનેક પ્રશ્નોનું સમાધાન આપવા માટે પ્રયત્નો કર્યા છે.

મોરબી સિરામિક ઉદ્યોગ માટે નિલેશભાઈએ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્ર સરકારના જુદાજુદા મંત્રીશ્રીઓને મળ્યા તેમજ ઉત્ત્।રપ્રદેશના મુખ્યમંત્રી યોગીજી તેમજ ગુજરાત ના ભુતપુર્વ મુખ્યમંત્રી શ્રીમતીમ આનંદીબેન પટેલ અને વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલની સાથે - સાથે અલગ - અલગ રાજયમંત્રીઓને મળીને મોરબીના સિરામીક ઉધોગના પ્રશ્નોને વાચા આપી સાથોસાથ મોરબીના સિરામીક ઉધોગના માર્કેટમા પૈસા ફસાતા તેના માટે એફ.એ.એફ.ની રચના કરીને મોરબીના સીરામીક ઉદ્યોગ માટે ફસાયેલ પૈસા તેમજ સીફોર્મ મેળવવા માટે ચાવીરૂપ સિસ્ટમની રચના કરી જેના કારણે તેઓ બીજી વખત બિનહરીફ પ્રમુખ તરીકે પણ ચૂંટાયા છે.

(12:02 pm IST)