Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

કિશાન સંઘના અગ્રણી બચુભાઈ ધામીનો જન્મદિવસ : ૭૪માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : કિશાન સંઘના કોષાધ્યક્ષ શ્રી બચુભાઈ ધામીએ જીવનના ૭૩ વર્ષ પૂર્ણ કરી ૭૪માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. યુવા ભાજપ વોર્ડ નં.૧૪ના પ્રમુખ શ્રી કૌશલભાઈ ધામીના દાદા શ્રી બચુભાઈ ધામી કિશાન સંઘમાં વર્ષો સુધી જુદી જુદી જવાબદારી વહન કરીને કોષાધ્યક્ષ તરીકેની જવાબદારી પાર પાડેલ હાલમાં તેઓ કિશાન સંઘના કોષાધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. સજીવ ખેતીના માહિતગાર તથા ગૌરક્ષક છે. ચેમ્બર ઓફ કોમર્સમાં મેમ્બર તથા કાપડ એસોસીએશન કારોબારી સભ્ય તથા સ્વામીનારાયણ સંસ્થા આર. એસ.એસ.માં સક્રિય ભૂમિકાઓ ભજવીને સેવાકીય પ્રવૃતિ કરી રહ્યા છે. (મો. ૯૦૯૯૦ ૨૧૧૭૭)

(12:31 pm IST)