Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ ડો. નિલામ્બરીબેન દવેનો કાલે જન્મદિન

ઉચ્ચ શિક્ષણમાં મહિલા સશકિતકરણની મિશાલ

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહિલા સશકિતકરણની ઉમદા મિશાલ પ્રથમ મહિલા કુલપતિ ડો. નિલામ્બરીબેન દવેનો આવતીકાલે જન્મદિવસ છે.

સંઘર્ષ થકી સફળતાની સીડી સામા પૂરે ચડીને અનેક મહિલા અને યુવતીઓ માટે ઉમદા ઉદાહરણ પૂરૂ પાડનાર કાર્યકારી કુલપતિ ડો. નિલામ્બરીબેન દવે છેલ્લા ત્રણ દાયકાથી ઉચ્ચ શિક્ષણમાં સદૈવ અગ્રેસર રહી અનેક છાત્રાઓનું ઘડતર કર્યુ છે. ત્રણ દાયકાની શૈક્ષણિક યાત્રામાં ડો.નિલામ્બરીબેન દવેએ હોમ સાયન્સ વિદ્યા શાખાના ડીન તરીકે અગાઉ ૬ વર્ષ તરીકે સફળ કામગીરી બજાવી હતી. હાલ પણ ડીન તરીકે સેવા બજાવે છે. સિન્ડીકેટ સભ્ય, બોર્ડ ઓફ સ્ટડી તેમજ ઓલ ઈન્ડિયા હોમ સાયન્સ એસો.ના પૂર્વ ઉપપ્રમુખ તરીકે પણ સફળ કામગીરી બજાવી છે. ખૂબ અભ્યાસુ તેમજ છાત્રાઓને મદદરૂપ થનાર ડો. નિલામ્બરીબેન દવેએ છેલ્લા ૨૦ વર્ષમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાના સેમીનારોમાં ભાગ લઈ તેમનું રિસર્ચ પેપર રજૂ કરી સારા સંશોધક તરીકે નામના મેળવી છે.

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ નારી સશકિતકરણને પ્રોત્સાહન આપવા ડો. નિલામ્બરીબેન દવેને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સર્વોચ્ચ કુલપતિપદની જવાબદારી સોંપી છે. જે કેટલાક સ્થાપિત હિતોના ધમપછાડા છતાં યશસ્વી રીતે પાર પાડી રહ્યા છે. ડો. નિલામ્બરીબેન દવેએ તેમના કાર્યકારી કુલપતિ પદના કાર્યકાળમાં માત્ર વિદ્યાર્થી અને શિક્ષણને કેન્દ્ર સ્થાને લઈ તમામ નિર્ણયો કરીને વિદ્યાર્થીઓમાં ભારે લોકચાહના મેળવી છે. લડાયક અને કાર્યદક્ષ કુલપતિ ડો. નિલામ્બરીબેન દવેનો આવતીકાલે જન્મદિવસ છે. (મો.૯૦૯૯૯ ૩૯૪૮૬)

(2:51 pm IST)