Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

ઇતની શકિત હમે દેના દાતા, મન કા વિશ્‍વાસ કમજોર હો ના...

વલ્લભભાઇ કા જન્‍મદિન અલબેલા, લગા હૈ શુભકામના કા બડા મેલા...

‘‘ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,

સાગરની સેરે ઉતારી તું જા,

મનના માલિક તારી મોજના હલેસે,

ફાવે ત્‍યાં એને હંકારી તૂં જા..''

જાણીતા કવિ સુંદરમે ઇશ્‍વરને સંબોધીને રચેલી આ પંકિત સુપ્રસિધ્‍ધ સમાજ સેવક વલ્લભભાઇ પોલાભાઇ દુધાત્રાને બહુ પ્રિય છે. તેમણે આજે પોતાના જન્‍મદિને આ પ્રકારની પ્રાર્થનાનું પુનરાવર્તન કર્યુ છે. આજ વલ્લભભાઇ કા જન્‍મદિન અલબેલા, લગા હૈ શુભકામના કા બડા મેલા...

૧૯૬૧ના વર્ષની ૧પ નવેમ્‍બરે કુંવાડવામાં જન્‍મેલા શ્રી દુધાત્રા આજે અઠ્ઠાવનના ઉંબરે પહોંચ્‍યા છે. સરકારી નોકરીમાં અઠ્ઠાવન નિવૃતિનું વર્ષ ગણાય છે. પરંતુ તેઓ તેને વધુ પ્રવૃતિનું વર્ષ બનાવવા માંગે છે. સામા કાંઠા વિસ્‍તારમાંથી ત્રણ વખત ભાજપના કોર્પોરેટર તરીકે ચૂંટાઇને તેમણે પોતાની લોકપ્રિયતા સિધ્‍ધ કરી છે. એક વર્ષ ડે.મેયર પદે રહ્યા હતા. શહેર ભાજપના ઉપપ્રમુખ અને મહામંત્રી તરીકે રહી ચૂકયા છે. વર્તમાન અંતરિક રાજકારણનો રંગ, ઢંગ અને સંગ તેમના માટે આનંદદાયક ન હોવા છતા જંગ માનીને ઝઝુમતા રહ્યા છે. જાહેર જીવનમાં તડકા-છાંયા જોઇને તેમને ખ્‍યાલ આવી ગયો છે કે આપણું ધાર્યુ થાય તો હરિ કૃપા અને આપણું ધાર્યુ ન થાય તો હરિ ઇચ્‍છા! પરાક્રમ કરતા પ્રેમનો મહિમા વધુ છે. જે કૃષ્‍ણએ આખો ગોવર્ધન પર્વત ટચલી આંગળીએ ઉપાડી લીધો હતો એ જ કૃષ્‍ણ વાંસળી બે હાથે પકડે છે. બસ આ જ ફરક છે પરાક્રમ અને પ્રેમમાં!                

મો.૯૮૨૪૦ ૧૧૦૧૧ રાજકોટ

 

(12:28 pm IST)