Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

રાજકોટના નિવૃત્ત ગેઝેટેડ અધિકારી નાનુભાઇ ધકાણનો જન્મ દિન

રાજકોટ તા.૧ર : સંયુકત ખેતી નિયામક કચેરીના (રાજકોટના) સેવા નિવૃત્ત હિસાબી-કમ-વહીવટી અધિકારી નાનુભાઇ એચ.ધકાણનો ગઇકાલે ૧૧મીના ૮૭મો જન્મ દિવસ હતો.૩૬ વર્ષની સેવા બાદ ૧૯૯૦માં તેઓ નિવૃત્ત થયેલા  છે. નિવૃત્તિ બાદ તેમની સરકારી કામગીરીનો બહોળો અનુભવને અનુલક્ષીને શ્રી નાયબ કલેકટર શ્રી પ્રાદેશિક તાલીમ કેન્દ્ર રાજકોટમાં (રીજીયોનલ લેવલે) Under GAD ર્સ્પીયા) હિસાબી, વહીવટી, તેમજ કચેરી કાર્ય પધ્ધતિના વિષયોના માર્ગદર્શન સાથે વ્યાખ્યાતા (લેકચરર) તરીકે (સૌરાષ્ટ્ર-કચ્છમાં) ૧પ-વર્ષ સુધી સેવા આપેલી છે. ગુજરાત સરકારશ્રીના રહેમરાહે નોંકરીયાતોની પ્રી.સર્વિઝ ટ્રેનીંગ પરીક્ષાના તેઓ નિષ્ણાંત હોવાથી આશરે હજાર કર્મચારીઓને તાલીમ આપી છે.તેઓ રાજકોટ જીલ્લા પેન્શનર અને સિનીયર સીટીઝન સમાજમાં ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. સરકારી સેવા દરમ્યાન શ્રી સી.આર.સમાજપતિનો IAS GAD પેન્ડીંગ પેન્શન કેઇસ એકા.જનરલ રાજકોટની કચેરીમાં (એક વર્ષના વોન્ટીંગ સમય-મસુર તાલીમનો) બાકી હતો. તે અને શ્રી કે.સી.કપુર (IAS) નો NOC (નો ડયુ. સર્ટી-લોનનું) કેઇસ પણ એકા.જનરલ કચેરીમાં રૂબરૂ જઇ ફાઇનલ કરાવેલ.શ્રી ધકાણ ખેતીવાડી ખાતાના (રાજકોટ) પેન્શનર્સ એસોસીએશનના આંતરીક ઓડીટર તેમજ સમસ્ત પરજીયા પટણી સોની જ્ઞાતિ મહામંડળ (સોની બોર્ડિંગ-મોહનભાઇ હોલના) રાજકોટમાં  પીઢ કાર્યકર (પ૦-વર્ષ) શિક્ષણ સમિતિના ચેરમેન,  મંત્રી, તંત્રી, (પરજીયા સમાચાર-મેગેઝીન) પાંચ વર્ષ સુધી તેમજ સંસ્થાના ઉપપ્રમુખશ્રી તરીકે સેવા આપેલ છે. (મો.નં.૮૮૬૬૬ ૪૧૮૮૯)

(11:46 am IST)