Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

વાંકાનેરઃ મોરબી જીલ્લા કોળી સેના પ્રમુખ રમેશ મકવાણાનો જન્મ દિવસ

વાંકાનેર તા. ૭: કોળી યુવા અગ્રણી રમેશભાઇ મકવાણાનો આજે દિવાળીના પાવન દીને તા. ૭-૧૧-૧૮ ના જન્મ દિવસ છે અને તેઓ જીવનના ૩૬ વર્ષ પુરા કરી ૩૭ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

રમેશ મકવાણા મોરબી જીલ્લા કોળી સેના અને માધાંતા ગૃપ મોરબી જીલ્લાના પ્રમુખપદે રહી જ્ઞાતિની સેવા કરી રહ્યા છે તેઓ અગાઉ મોરબી જીલ્લા ભા.જ.પ. તથા શિવસેનામાં પણ ઉચ્ચ હોદા ઉપર રહી ચુકયા છે.

આ ઉપરાંત વાંકાનેરના જીનપરાના ગૌશાળા રોડ ઉપર નવરાત્રી ઉત્સવ, ગણેશ મહોત્સવ સહીતના ધાર્મિક કાર્યક્રમો તેમના નેતૃત્વમાં ઉજવે છે અને આ વિસ્તારના લોક પ્રશ્નો માટે પણ સતત કાર્ય કરી સમાજ સેવાનું કાર્ય કરતા આ યુવા નેતાનો આજે દિવાળીના પાવનદીને જન્મ દિવસે તેમના બહોળા ચાહકો મીત્રો, સગા-સ્નેહીઓ તરફથી રમેશભાઇ મકવાણાને તેમના  મોબાઇલ નંબર ૯૯ર૪૧ ૪પ૭૭૭ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે. (૭.ર૦)

 

(12:18 pm IST)