Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

પૂર્વ ધારાસભ્ય અને રાષ્ટ્રીય અનુસુચિત જાતિ મોરચાના મંત્રી ભાનુબેન બાબરીયાનો જન્મદિન

રાજકોટઃ રાજકોટના પૂર્વ ધારાસભ્ય માધુભાઈ બાબરીયાના પુત્રવધુ અને ભૂતપૂર્વ ધારાસભ્ય અને હાલ રાષ્ટ્રીય અનુસુચિત જાતિ મોરચાના મંત્રી શ્રીમતી ભાનુબેન મનોહરભાઈ બાબરીયાનો જન્મ ૧૪/૯/૧૯૭૫ના રોજ જનસંઘના આગેવાન એવા કોટડાસાંગાણી તાલુકાના અરડોઈ ગામના વતની માયાભાઈ જેઠાભાઈ રાઠોડ તેમજ માતુશ્રી અમરતબેનને ત્યાં રાજકોટ ખાતે થયેલ.

૨૦૦૭ થી ૨૦૧૨માં સૌરાષ્ટ્ર-કચ્છની ૫૮ વિધાનસભા બેઠકોમાંથી સૌથી વધારે મતે વિજય થયેલા અને ૨૦૧૨ થી ૨૦૧૭ સુધી રાજકોટ (ગ્રામ્ય)ના ધારાસભ્ય તરીકે સરકારમાં લોકોને ઉપયોગી થાય તેવા અને વર્ષોના અણઉકેલ પ્રશ્નોના નિકાલ કરવામાં સિંહ ફાળો રહ્યો છે જેને લોકો અને પ્રજાજનો આજે પણ કર્મનિષ્ઠ ધારાસભ્યશ્રી તરીકે યાદ કરે છે.

શ્રીમતી ભાનુબેન બાબરીયા વિદ્યાર્થીકાળથી જ 'મા આનંદમયી' સ્કૂલમાં જી.એસ. તરીકે તેમજ કણસાગરા કોલેજમાં ગ્રેજયુએટ થઈને, મહાત્માગાંધીની જન્મભૂમિ એવા પોરબંદરની માધવાણી કોલેજમાં એલ.એલ.બી. સુધી શિક્ષણ પ્રાપ્ત કરેલ છે અને ભગીરથ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે સેવાઓ આપે છે. જેઓ અજાગશત્રુ તરીકે જાણીતા છે. જેઓ ઓછુ બોલવું અને વધુ કામ કરવામાં માનતા એવા ભાનુબેને ખુબ જ લોકચાહના પ્રાપ્ત કરેલ છે. આજે તેમના જન્મદિવસ નિમિતે તેમના પરિવારજનો, શુભેચ્છકો વિગેરે તરફથી શુભકામનાઓ મળી રહી છે.(મો.૯૯૦૪૩ ૪૩૩૨૧)

(3:50 pm IST)