Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

ભાજપના કર્મઠ અને સેવાના કાર્યોમાં સદૈવ અગ્રેસર જીતુભાઈ કાટોળીયાઃ હેપ્પી બર્થ ડે

રાજકોટ, તા. ૧૯ :. ભાજપના કર્મઠ કાર્યકર અને સેવાના કાર્યોમાં સદૈવ અગ્રેસર જીતુભાઈ કાટોળીયાનો આજે જન્મ દિવસ છે. જીતુભાઈ કાટોળીયા તેના યશસ્વી જીવનના ૪૭ વર્ષ પૂર્ણ કરી પ્રગતિશીલ જીવનના ૪૮માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

રાજકોટ શહેર ભાજપ માલધારી પ્રમુખ જીતુભાઈ એમ. કાટોળીયાનો તા. ૧૯-૭-૧૯૭૧ના રોજ ખળખંભાળીયા મુકામે તથા ભરવાડ જ્ઞાતિમાં જન્મેલ તેઓ સેવાના ભેખધારી છે તથા રાજકોટમાં ૧૯૯૭માં રૈયાનગર પાલિકામાં આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે સુંદર કામગીરી બજાવેલ ત્યાર બાદ રાજકોટ શહેર માલધારી સેલના ઉપપ્રમુખ તરીકે અને ૨૦૦૯થી ૨૦૧૫ સુધી તેઓ હાલમાં પણ પ્રમુખ તરીકે કામગીરી બજાવી રહ્યા છે. પાર્ટીની વફાદારી તથા સમાજની એકતા અને અખંડીતા સમાન ભરવાડ સમાજનું ગૌરવ કહી શકાય તેવા લોકલાડીલા જીતુભાઈનો આવતીકાલે જન્મદિવસ છે.

૧૨ વર્ષથી શ્રી મોમાઈ ગરબી મંડળના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળે છે તેમજ હનુમાન મઢી ચોકમાં હનુમાનજીના મંદિરનું નિર્માણ કરેલ તથા જીર્ણોધ્ધાર કરવામાં મહત્વની કામગીરી કરેલ છે. તેઓએ એફ.વાય. બી.કોમ. સુધીનો અભ્યાસ કરેલ છે તથા આઈટીઆઈ, એમએમવીની પદવી મેળવેલ છે. તેઓશ્રીનું મિત્ર વર્તુળ બહોળા પ્રમાણમાં તથા સમાજની આગેવાની, ગુજરાત સૌરાષ્ટ્ર તથા રાજકોટ ભાજપ શહેરના અગ્રણીઓ પદે એક મહત્વપૂર્ણ તથા નિષ્ઠાથી કામગીરી કરી રહ્યા છે. તેઓના જન્મદિનની શુભેચ્છા ભાજપ અગ્રણીઓ દ્વારા તથા મિત્ર વર્તુળમાં જન્મદિન શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે તથા કાટોળીયા પરિવારમાંથી જન્મદિન શુભેચ્છા પાઠવવામાં આવી છે. મો. ૯૯૨૫૭ ૦૪૫૪૫ તથા ૯૮૭૯૫ ૦૪૫૪૫.

(4:08 pm IST)