Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

પોરબંદરના યોગ શિક્ષક નરેશભાઇ જુંગીનો જન્મદિન

પોરબંદર : યોગ શિક્ષક નરેશભાઇ જુંગીનો ૬પમો જન્મ દિવસ છે.

પતંજલિ યોગ સમિતિ સાથે ર૦૦૪ થી જોડાયેલ તેને ૧૮ વર્ષ થયા ધનજીભાઇ ડી. કોટીયાવલા લો કોલેજમાંથી પાંચ વર્ષથી રિટાયર્ડ થયેલ હવે તેમનું એક જ મિશન  નિઃશુલ્ક યોગ દ્વારા પોરબંદર જિલ્લાના લોકોની આજીવન સેવા કરવાનો સંકલ્પ છે.  નરેશભાઇને યોગથી તેમને નવું જીવન મળ્યું  અને તેમને બ્રેન ટયુમર ર૦૦પ માં થયેલ અને યોગ ગુરૂ બાબા રામદેવના માર્ગદર્શન હેઠળ યોગ દ્વારા ટયુમરને માત આપી હતી ત્યાર પછી નરેશભાઇનું એક જ મિશન કે મને યોગથી સારૂ થયું તો લોકો અનેક પ્રકારની બીમારીથી લોકો પીડાઇ છે તેઓને પણ યોગના ફાયદા જણાવી  રહેલ છે.

તેઓ પોતાની ટીમ સાથે પોરબંદરના દરેક ગામડે ગામડે જઇને યોગ અને આયુર્વેદનો પ્રચાર કરેલ અત્યાર સુધીમાં અંદાજે દસથી પંદર હજાર લોકો તેમજ અધિકારીઓને યોગ કરાવી આરોગ્ય માર્ગદર્શનમાં મદદરૂપ બનેલ તેઓ પોરબંદરમાં પતંજલિ ચિકિત્સાલય અને આરોગ્ય કેન્દ્ર દ્વારા પોરબંદરને લાભ આપી રહેલ છે તેમને જન્મદિનની શુભેચ્છા મળી રહી છે.

(1:16 pm IST)