Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

એલ.આઇ.સી.ના વિકાસ અધિકારી હિરેન શુકલાનો જન્મદિવસ

રાજકોટ : જીવન વીમાની પોલીસીઓના વેંચાણ ક્ષેત્રે વખતો-વખત અવનવા વિક્રમો સર્જતા રહેતા અને વિશાળ મિત્રવર્તુળ સાથે અપાર લોકચાહના ધરાવતા એલ.આઇ.સી. ઓફ ઇન્ડીયાની રાજકોટ શહેર શાખાનં.૩ના અગ્રગણ્ય વિકાસ અધિકારી હિરેનભાઇ શુકલનો કાલે તા.૫ ડિસેમ્બરે જન્મદિવસ છે. તેઓ દરરોજ સવારે પારેવાને ચણ નાખવાના પુણ્યકાર્ય સાથે દિવસની શરૂઆત કરે છે. જીવનયાત્રાના ૫૭ વર્ષ પૂર્ણ કરી ૫૮માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

ડિસેમ્બર-૧૯૮૬માં LICમાં વિકાસ અધિકારી તરીકે જોડાયેલા હિરેનભાઇએ જીવનવીમાના વેંચાણ ક્ષેત્રે અનેકવિધ વિક્રમોની હારમાળા સર્જી છે. અને મેરીટ લીસ્ટમાં સદાય અગ્રેસર રહ્યા છે. મો.  ૯૮૨૪૨ ૨૦૧૭૮

(3:22 pm IST)