Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

ઉર્જા મંત્રીના અંગત સચિવ તરીકે ફરી વાય.પી.જોષી

રાજકોટ તા. ૧૫ : ઉર્જા મંત્રી શ્રી સૌરભ પટેલના અંગત સચિવ શ્રી વાય.પી.જોષી (અધિક કલેકટર) તા. ૩૦ જુને વયમર્યાદાના કારણે નિવૃત્ત થયેલ. સરકારે તેમના કામની કદરરૂપે ફરી એક વર્ષ માટે તે જ સ્થાને કરાર આધારિત નિમણૂક આપી છે. તેઓ અગાઉ રાજકોટમાં સ્ટેમ્પ ડયુટી ડે. કલેકટર, ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી, તત્કાલીન ગ્રામ વિકાસ મંત્રી મોહનભાઇ કુંડારિયાના અંગત સચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે. (ફોન નં. ૦૭૯ - ૨૩૨૩૮૧૫૨)

(11:34 am IST)