Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

મ.ન.પા.ના કોંગ્રેસ કાર્યાલયમંત્રી વિરલભાઇ ભટ્ટનો આજે જન્મદિવસ

રાજકોટ તા. ૧પઃ મ્યુ. કોર્પોરેશનનાં કોંગ્રેસનાં કાર્યાલય મંત્રી વિરલભાઇ ભટ્ટે (બી.કોમ., એલએલ.બી., એલ.એલ.એમ) આજે તા. ૧પ જુલાઇના યશસ્વી જીવનના ર૯માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. વિદ્યાર્થી કાળથી જ રાજકીય ક્ષેત્રે જોડાયેલા તેઓએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆતમાં યુથ કોંગ્રેસ તથા સેવાદળનાં મહામંત્રી તરીકે કરી હતી અને જવાબદારી સારી તે સંભાળી ચુકયા છે.

તેઓ પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલા અને વશરામભાઇ સાગઠીયાના કાર્યકાળમાં તેમજ હાલ વર્તમાન વિપક્ષીનેતા ભાનુબેન સોરાણીના માર્ગદર્શન હેઠળ કાર્યાલય મંત્રીની જવાબદારી સંભાળે છે અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા અને પ્રજાકીય પ્રશ્નોને વાચા આપવા માટે એક જવાબદાર અને ફરજનિષ્ઠ કોંગ્રેસી કાર્યકર તરીકે સેવા આપી રહ્યા છે. તેમજ રાજયમાં એડવોકેટ તરીકે સારી નામના ધરાવતા વિરલ ભટ્ટને આગેવાનો, કાર્યકરો, શુભેચ્છકો તથા મિત્ર પરિવારજનો દ્વારા (મો. ૯૩૭૭૭ ૩૦પપપ) પર શુભેચ્છાઓનો ધોધ વર્ષી રહ્યો છે.

(2:19 pm IST)