Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીકયુટર દિવ્યેશ બી. ગાંધીનો આજે જન્મદિવસ

રાજકોટ : મુળ રાજકોટ હાલ રાજુલા તેમજ જાફરાબાદ મુકામે ફરજ બજાવતા આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીકયુટર (એ.પી.પી.)  દિવ્યેશ બિપીનચંદૂ ગાંધીનો આજે તા. ૧૪ જુલાઇનાં જન્મદિવસ છે. ખુબજ યુવાન વયે વકીલાતની કારકીદીની શરૂઆત કરનાર દિવ્યેશ ગાંધીએ અનેક ફોજદારી, દિવાની તેમજ રેવન્યુ મેટરમાં સીમાચીન્હ ચુકાદાઓ મેળવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એ. પી. પી. દિવ્યેશ બી. ગાંધીના પિતાશ્રી બિપીનચંદ્ર બી. ગાંધી પણ રાજકોટમાં ખ્યાતનામ એડવોકેટ અને નોટરી અને રાજકોટમાં ગાંધી લો ફર્મના નામે ઓફીસ ધરાવે છે. અને અનેક સામાજીક સંસ્થાઓમાં ફરજ બજાવે છે. આ ઉપરાત તેમના ભાઈ કિશન બી. ગાંધી પણ એડવોકેટ છે. એ. પી. પી.  દિવ્યેશ બી. ગાંધી રાજકોટમાં સામાજીક ક્ષેત્રે પણ આગળ પડતા છે તેઓ રાજકોટમાં જૈન જાગૃતિ સેન્ટર, રાજકોટ મેઈનમાં ટ્રેઝરર તરીકે પોતાની સેવા આપે છે આ ઉપરાંત રાજકોટમાં અનેક જૈન સંસ્થાઓ સાથે જોડાયેલા છે.  આજે તેઓ જન્મદિને મિત્રો, સગાસ્નેેહી દ્વારા મો. નં. ૯૮૯૮૬ પ૬૭૩૬ પર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

(3:36 pm IST)