Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ યાકુબભાઇ પઠાણનો જન્‍મ દિવસ

રાજકોટ : શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ યાકુબભાઇ પઠાણનો આજે જન્‍મદિવસ છે જીવનમાં ૪૯ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.પાર્ટીની રાષ્‍ટ્રવાદની વિચારધારાથી રંગાયેલા યાકુબભાઇ પઠાણએ ભારતીય જનતા પાર્ટીમાં અનેકવિધ જવાબદારીઓ સંભાળી છે.

રાજકીયની સાથોસાથ સામાજીક અને સેવાકીય ક્ષેત્રે પણ હંમેશા અગ્રેસર રહ્યા છે. હાલ શહેર તાજીયા કમીટીમાં ઉપપ્રમુખ તરીકે તેમજ સિપાઇ સમાજ રાજકોટના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સંભાળે છે. તેમજ રાજકોટ શહેર હુબલીશા સાર્વજનીક કબ્રસ્‍તાનમાં પૂર્વ સેક્રેટરી તરીકે પણ જવાબદારી સંભાળેલ છે.આજે યાકુબભાઇ પઠાણ મો.૯૦૯૯ર ૬૭ર૯ર ને ઠેરઠેરથી શુભેચ્‍છાઓ મળી રહી છે.

(3:37 pm IST)