Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

જસદણ જીઆઇડીસી ઍસોસીઍશનના વિજયભાઇ રાઠોડનો કાલે જન્મદિન

આટકોટ-જસદણઃ જીઆઇડીસી એસોસીએશનની અને જસદણ શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઇ જેન્‍તીભાઇ રાઠોડનો કાલે તા. ૩૧ને રવિવારને ૩૯માં જન્‍મદિવસ છે.

ભૂતકાળમાં જસદણ શહેર યુવા ભાજપના પ્રમુખ તરીકેની કામગીરીમાં જોટો જડવો મુશ્‍કેલ છે. ખાસ કરીને લોકડાઉન અને વાર તહેવારોમાં ગરીબ લોકોને આર્થિક મેડીકલ હેલ્‍પ કરી પણ આ બાબતે જાહેરમાં કોઇ ઢોલ પીટયો નથી અને દેખાડો કર્યો નથી. આવું તો એમની પેઢીએ અને એમણે અનેક કિસ્‍સાઓમાં ઘણું કર્યું છે. વિજયભાઇ મો. ૯૬૦૧૫ ૧૧૧૧૧.

(10:41 am IST)