Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

રાજકોટ જિલ્લા ભાજપના પ્રભારી અને પૂર્વ મેયર રક્ષાબેન બોળીયાનો જન્મ દિવસ

રાજકોટ તા. ર૬ :.. રાજકોટ જિલ્લા ભાજપના પ્રભારી રાષ્ટ્રીય કિસાન સંઘના પૂર્વ અધ્યક્ષ, આર. એસ. એસ. પ્રદેશના પૂર્વ પ્રાંત સંચાલક કુવરજીભાઇ જાદવના પુત્રી, રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મેયર અને પ્રદેશ ભાજપના કારોાબરી સભ્ય તેમજ ચાઇલ્ડ વેલ્ફેર કમીટી ચેરમેન રક્ષાબેન બોળીયાનો આજે જન્મ દિવસ છે. મંગલમય જીવનના પ૬માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.

રક્ષાબેન બોળીયા એમ. ફીલ.માં ફીલોસોફી વિષય પર ઉચ્ચ અભ્યાસ કરી એક ગૃહીણી તરીકે રહી સામાજીક ક્ષેત્રની સાથોસાથ રાજકીય ક્ષેત્રે પણ અગ્રેસર રહી મહીલા પુરૂષ સમોવડી બને તેવું તેનું ઉદાહરણ છે. પતિ રઘુભાઇ બોળીયા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં વિવિધ જવાબદારીઓ સંભાળેલ જેમાં પૂર્વ વોર્ડ પ્રમુખ અને મહામંત્રી તરીકે પણ જવાબદારી નિષ્ઠાપૂર્વક સંભાળી હતી.

રક્ષાબેન બોળીયાને વારસામાં મળેલ આર. એસ. એસ.ના સંસ્કારોનો લાભ અન્ય મહીલાને મળે અને મહીલા સશકિતકરણ થાય, મહીલાઓનો વિકાસ થાય તેવા આશયથી ભારતીય જનતા પાર્ટીએ રાજકોટ મહાનગરપાલિકાના મેયર તરીકે જવાબદારી સોંપી હતી. રાજકીય ક્ષેત્રની સાથોસાથ છેલ્લા ર૮ વર્ષથી સોરઠીયાવાડી પાસે આવેલ પવનપુત્ર ચોક ખાતે ગરબી મંડળનું ભવ્ય આયોજન કરે છે. હાલ રાજકોટ જિલ્લા ભાજપના પ્રભારી તરીકે જવાબદારીનું વહન કરી રહ્યા છે. રક્ષાબેન બોળીયાને જન્મ દિવસે મો. ૯૦૮ર૯ ૯૯૯૯૭ ઉપર ઠેર ઠેરથી શુભેચ્છા મળી રહી છે.

(4:03 pm IST)