Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

ડો.વિ.જે.સિદપરાનો જન્મદિવસ

રાજકોટ : સુરવા ગીરના રહિશ હાલ રાજકોટનો સેવાભાવી સામાજીક અગ્રણી ડો.વલ્લભભાઇ જે.સિદપરાનો જન્મ તા.૨૬-૧૦-૧૯૫૪ના રોજ થયેલ. આજે જીવનના ૬૭ વર્ષ પુરા કરીને ૬૮માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ સિદપરા પરિવાર સોશિયલ ગૃપ  ગુજરાતના પુર્વ પ્રમુખ ૧૦ વર્ષ પહેલા પ્રાકૃતિક ન્યુટ્રીશનના વેલનેશ કોચ, બેટી બચાવો, પઢાવો ઝુંબેશ ફરજીયાત મતદાન જનજાગૃતિ અભિયાન, કુરિવાજો સામે લડત, પીએમનું સ્વચ્છતા અભિયાન, ખોડલધામનો કાયમી સમાધાન પંચમાં કાર્યરત, યમુના કલીનર બોર્ડ અને અખીલ ભારતીય વૈષ્ણવ સમાજના કન્વીનર, આર.એસ.એસ., પટેલ સમાજ સોશ્યલ ગૃપ મહાવીર ટ્રસ્ટના વગેરે સંસ્થાઓમાં કાર્યરત છે. તેમના પરિવારમાં પુત્ર શ્રેયસ એમબીબીએસ અને પુત્રી અર્ચના એન્જીનીયર હાલ મુંબઇ રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલ છે. તેમના ધર્મપત્ની સ્મિતાબેન, સામાજીક શૈક્ષણિક, રાજકીય અગ્રણી છે. મો.  ૯૪૨૬૯ ૦૦૦૧૨ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(4:03 pm IST)