Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

રાજકોટ શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખનો જન્મદિવસઃ ૭૧માં પ્રવેશ

રાજકોટ તા. ર૬: રાજકોટ શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખનો જન્મદિવસ છે. મંગલમય જીવનનાં ૭૧માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યાં છે, ત્યારે ઠેર ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે. તેઓએ વિદ્યાર્થીકાળથી જાહેર જીવનની શરૂઆત કરી યુવા વયેથી જ પોતાની રાજકીય અને સામાજિક ક્ષેત્રે એક આગવી ઓળખ ઉભી કરવામાં સ્વ. ચિમનભાઇ શુકલ તથા સ્વ. વાલજીભાઇ નથવાણીને પોતાનાં આદર્શ ગણી તેઓનાં માર્ગદર્શન હેઠળ રાજકીય કારકિર્દીની શરૂઆત કરેલ. ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તા તરીકે જોડાઇ ૧૯૬૯નાં ફી વધારા આંદોલન વખતે જેલવાસ ભોગવી ચૂકેલા વિદ્યાર્થી આગેવાન છે. ૧૯૭રથી જનસંઘની શરૂઆત કરી એક નિષ્ઠાવાન કાર્યકર્તા તરીકે કાર્યકર્તાઓમાં પણ આગવી ઓળખ ધરાવતા બુથ ઇન્ચાર્જથી લઇ વોર્ડ ઇન્ચાર્જ તેમજ ર૧ વર્ષ સુધી શહેર ભાજપનાં કાર્યાલયમંત્રી તરીકે જવાબદારી સંભાળીનું વહન કરી ચુકયા છે. હાલ શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષીના માર્ગદર્શકની સાથોસાથ હાલના શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણીની ટીમમાં શહેર ભાજપના કોષાધ્યક્ષ તરીકે જવાબદારીનું વહન કરી રહેલ છે. રાજકીય ક્ષેત્રની સાથે સામાજિક ક્ષેત્રે પણ આશાપુરા યુવક મંડળ, વિલ્શન સ્પોર્ટસ કલબનાં માર્ગદર્શક તરીકે અને કરણપરા ખાતેની ખ્યાતનામ અંબિકા ગરબી મંડળનાં ટ્રસ્ટી તરીકે જવાબદારી સંભાળી રહ્યાં છે. ભૂતકાળમાં ટેલિફોન સલાહકાર સમિતિ, પોલિસ સલાહકાર સમિતિ, જેલ મુલાકાતી દળ તેમજ રાજય સરકારની વિવિધ સમિતિઓમાં જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવી છે તેમજ હાલમાં પ્રદેશ ભાજપના દસ્તાવેજીકરણ અને પુસ્તકાલય વિભાગના પ્રદેશના સંયોજક તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે ત્યારે પાર્ટીએ આ કામગીરીને ધ્યાનમાં રાખી ગત મહાનગરપાલિકાની ચુંટણીમાં તેમનાં પત્ની મીનાબેન પારેખની વોર્ડ નં. ૭માંથી કોર્પોરેટર તરીકે રહી સ્ટેન્ડીંગ કમિટિના સભ્ય તરીકે જવાબદારી સંભાળી હતી. આમ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલ હોવાથી આજે અનિલભાઇ પારેખને તેમનાં જન્મદિવસે શહેર ભાજપની તમામ શ્રેણીનાં કાર્યકર્તાઓ તેમજ કાર્યાલય પરિવારનાં સભ્યોએ મો. નં. ૯૪ર૭૪ ૯૭પ૯૬ ઉપર તેમજ ફોન નં. રર૩૯૬૮પ ઉપર ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

(2:49 pm IST)