Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન દિલીપભાઇ પટેલનો જન્મદિવસ

રાજકોટ તા.૨૬ : ગુજરાતના જાણીતા ધારાશાસ્ત્રી દિલીપ પટેલનો આજે તા.૨૬-૧૦-૨૧ના રોજ જન્મદિવસ છે. દિલીપ પટેલ કોલેજ કાળથી જ એકટીવ હતા. અને કોલેજમાં જી.એસ. - જી.જી.એસ. જેવા વિદ્યાર્થી નેતાના પદ પણ શોભાવેલ હતા. ત્યારબાદ વકીલાત ક્ષેત્રે ગુજરાતના સુપ્રસિદ્ધ એડવોકેટ અભય ભારદ્વાજની સાથે જોડાઇ અને ટોચના સ્થાન પ્રાપ્ત કરેલા હતા.

રાજકોટ બાર એસોસીએશન, કલેઇમ બારના પણ હોદાઓ શોભાવી અને વકીલોના પ્રશ્ને હંમેશા લડતા રહેતા હતા અને ભાજપના કોર્પોરેટર તરીકે જંગી બહુમતીથી ચુંટાઇ અને લોક ઉપયોગી કાર્યકરી ખુબ જ નામના મેળવેલ હતી. બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં ૨૦૦૬થી આજ સુધી ગુજરાતમાં સૌથી વધુ મતે વિજય બનનારા એકમાત્ર ઉમેદવાર બનેલા હતા.

વકીલોના પ્રશ્ને હંમેશા જાગૃત રહેનાર દિલીપ પટેલ દરેક નાના મોટા વકીલોને ખંભે ખંભા મીલાવી અને કાર્ય કરતા હોય, સમગ્ર ગુજરાતમાં વકીલોના પ્રહરી મશીહા બની ગયા હતા. નાના મોટા ગુજરાતના તમામ વકીલ એસો. માં સ્વચ્છ પ્રતીભા ધરાવનાર લોકપ્રીય જાગૃત વકીલ દિલીપ પટેલની કામગીરી જોઇ ભાજપ લીગલ સેલના ૨૦૦૮થી આજ સુધી સહકન્વીનર પ્રદેશ ભાજપ એ બનાવેલા હતા. અને હાલ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના મેમ્બર તરીકે બાર કાઉન્સીલમાંથી ચુંટાઇ અને દેશના ૨૦ લાખ વકીલોના પ્રશ્ને કાર્યવાહી કરી રહેલ છે. સાથે શહેર ભાજપના ૧પ વર્ષથી વોર્ડ પ્રભારી તરીકે  કાર્ય કરે છે .

દિલીપ પટેલ ધારાશાસ્ત્રીને સમગ્ર ગુજરાતમાંથી જુનીયર સીનીયર, સામાજીક સંસ્થા ભાજપા તરફથી તેમના મો.૯૧૭૩૧ પપપ૨૭ ઉર અભીનંદન શુભેચ્છાઓ વર્ષી રહી છે.

(11:35 am IST)