Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

પોરબંદર જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખના પ્રમુખ ક્રિષ્નાબેન ઠાકરનો જન્મદિન

પોરબંદર : સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ પોરબંદર જિલ્લાના મહિલા પાંખના જિલ્લા પ્રમુખ ક્રિષ્નાબેન ઠાકરનો આજે જન્મદિવસ છે. સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખમાં ઉત્તમ કામગીરી કરી સતત બીજી ટર્મમાં પણ જિલ્લા પ્રમુખ તરીકે ફરજ બજાવતા અને અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા તથા બ્રહ્મ સમાજ મહિલા પાંખમાં પોતાની આગવી સુઝબુઝથી અનેકવિધ કાર્યક્રમો કરનાર, કુશળ નેતૃત્વ અને ઉત્તમ કાર્ય પદ્ધતિથી મહિલા સશકિતકરણ માટેના કાર્યો કરનાર, સેવાકીય પ્રવૃતિઓ, અને સમાજ સેવામાં હંમેશા અગ્રેસર રહેનાર, નારી જીવનના આદર્શ સ્વપ્નદ્રષ્ટા એવા બ્રહ્મસમાજના સન્નારી અને જાંબાજ મહિલા ક્રિષ્નાબેન ઠાકરના જન્મદિવસે તેમને સમસ્ત બ્રહ્મસમાજ તથા વિવિધ સંસ્થાઓ તરફથી શુભેચ્છાઓ મો.નં.૯૮૨પ૮ ૪૦૮૯૮ ઉપર મળી રહી છે.

(12:14 pm IST)