Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ધવલભાઇ દોશીનો કાલે જન્‍મદિન

રાજકોટઃ શ્રી પાર્શ્‍વ પ્રેમ જૈન સંઘ નાગેશ્‍વર જૈન સંઘનાં સક્રીય મેમ્‍બર ધવલભાઇ દોશીનો કાલે તા. ૧૯ નાં રોજ જન્‍મદિવસ છે. તેઓ જૈન સોશ્‍યલ ગ્રુપ ડાઇમન્‍ડ રાજકોટનાં પ્રમુખ છે. જૈન સોશ્‍યલ એકટીવીટી કલબ, જૈન યુથ કોમ્‍યુનીટી, જૈન વીઝન, જૈન બીઝનેશ ઓરગેનાઇઝેશન, લુક એન્‍ડ લર્ન પાઠશાલા તથા સાધર્મીક સેવા સમિતિનાં કમીટી મેમ્‍બર તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. એનીમલ હેલ્‍પલાઇન કરૂણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ તથા જીવદયા ગ્રુપનાં એકટીવ મેમ્‍બર તરીકે કાર્યરત છે. તેમનાં દ્વારા જૈન તીર્થ પાલીતાણા તથા શંખેશ્‍વરનું વખતો વખત આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. તેમણે એક અઠ્ઠાઇ, ૯ વખત આયંબીલની ઓળી, ર૦ સ્‍થાનક ત્રણ વખત કર્યા છે. તેમનાં પિતાશ્રી સ્‍વ. અરૂણભાઇ દોશી જેઓ રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળનાં મેનેજર હતા તેમનાં રાહચિંધ્‍યા માર્ગે આગળ વધી રહ્યા છે. તેમના ઉપર (મો.૭૬૦૦૬ ૦૯૯૭પ) શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

 

(4:18 pm IST)