Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

સૌરાષ્‍ટ્ર સીસીટીવી એન્‍ડ સર્વેલન્‍સ એસો.પ્રમુખ જતીન સંઘાણીનો જન્‍મદિવસ

રાજકોટઃ પાર્ટી રાજકોટ ભાજપ મિડીયા સેલના પૂર્વ ઇન્‍ચાર્જ શ્રી જતિન સંઘાણીનો આજે જન્‍મદિવસ છે. તેઓ  સી.સી.ટીવી અને સર્વેલન્‍સ સિસ્‍ટમ્‍સના વ્‍યવસાય સાથે સંકળાયેલા છે અને સેફ સોલ્‍યુસન્‍સના નામથી વ્‍યવસાય કરે છે. સૌરાષ્‍ટ્ર સિકયુરીટી એન્‍ડ સર્વેલન્‍સ એસોસીએશન(SSSA)ના પ્રમુખ તરીકે પણ ફરજ નિભાવી રહ્યા છે. સાથે સાથે ભારતીય શિક્ષણ મંડળમાં સૌરાષ્‍ટ્ર પ્રાંતસહ પ્રચાર પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. અખીલ ભારતીય વિધાર્થી પરિષદમાં રાજકોટના આંદોલન પ્રમુખ અને કારોબારી સદસ્‍યની વિવિધ જવાબદારીઓ પણ વહન કરી છે. આજ એમના જન્‍મદિવસે તેમના પિતા અને રાજકોટ મહાનગરપાલિકાના નિવળત ઓડીટર શ્રી પ્રફુલભાઈ સંઘાણી, માતા કલ્‍પનાબેન, ધર્મપત્‍ની પુનમબેન અને બંને દીકરી કાવ્‍યા અને જીલ તેમજ મિત્રો એ.પી.આર.ઓ. ટુ સી.એમ. હિતેષભાઈ પંડ્‍યા, ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના પી.આર.ઓ. શ્રી ભાર્ગવભાઈ ઠાકર ,શ્રી નીરજ પાઠક, શ્રી તેજસ ભટ્ટી અને સર્વેલન્‍સ  ક્ષેત્રના અગ્રણીઓ સુનીલભાઈ શાહ, વિશાલભાઈ મહેતા અને કેતનભાઈ દોશી તેમજ સ્‍નેહીજનો મો.૯૨૨૭૪ ૦૦૮૮૭ પર શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

(4:20 pm IST)