Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

જોશીલા - તરવરીયા સરકારી વકીલ સમીર ખીરાનો આજે ''હેપી બર્થ ડે''

રાજકોટ,તા.૪ : રાજકોટ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ફરજ બજાવતા અને રાજયસભાના સભ્ય અભયભાઈ ભારદ્વાજના અંગત આસીસ્ટન્ટ સમીરભાઈ ખીરાનો આજે જન્મદિવસ છે. સમીરભાઈ ખીરાએ ટુંકા ગાળામાં ખુબજ મહેનત અને કઠોર પરીશ્રમ કરેલ છે, તેમના માટે કહેવાય છે ''નાની દુનિયામાં મોટું નામ સમીર ખીરા'' સૌરાષ્ટ્ર તથા રાજકોટના એડવોકેટ સાથે ખુબજ આત્મીયતા ધરાવે છે, ફોજદારી કેસો, સીવીલ કેસોમાં કાયદાકીય લડત આપી સરકાર તરફે જીત મેળવેલ છે. ખુન, લુંટ, એ.સી.બી. વગેરે ગુન્હામાં સૌથી વધ સજા સરકારી વકીલ  સમીરભાઈ ખીરાએ કરાવેલ છે. ઈન્ડીયન લો ઈન્સ્ટીટયુટ તથા લંડન લો યુનિર્વસીટીના સંયુકત ઉપક્રમે દિલ્હી મુકામે આંતર રાષ્ટ્રીય કાર્યક્રમમાં રાજકોટથી સમીરભાઈ ખીરાની પસંદગી થયેલ. સામાજીક ક્ષેત્રે અવિરત સેવાઓ કરેલ છે. કોવીડ-૧૯ દરમ્યાન અનેક ગરીબ વર્ગના વ્યકિતઓને અનાજ તથા જરૂરી ચીજ-વસ્તુઓ અને ૧૦૦૦ થી વધુ માસ્કનું વિતરણ પણ કરેલ છે. કેન્દ્ર સરકાર તથા ગુજરાત રાજયનું અભીયાન ''બેટી બચાવો બેટી પઢાવો'' હેઠળ નાના ગામડાઓમાં માર્ગદર્શન પુરૂ પાડેલ તેમજ ''સ્વચ્છ ભારત અભિયાન'' ની મહત્વ પુર્ણ કામગીરી કરેલ છે અનેક સંસ્થાઓ દ્વારા શ્રી સમીરભાઈ ખીરાનું સન્માન કરવામાં આવેલ છે.

સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહમસમાજના યુવા પાંખના પ્રમુખ તરીકે બ્રહમસમાજની કામગીરી કરેલ છે તેમજ પરશુરામ યુવા સંસ્થાના ખુબ જુના પ્રવકતા છે. અનેક બેન્કો તથા મંડળીઓમાં પેનલ એડવોકેટની કામગીરી કરેલ છે. લાયન્સ કલબ ઈન્ટરનેશનલમાં પણ સેવાકીય કાર્યથી ઉંચી પદવી ધરાવે છે. રાજય સભાના સભ્ય  અભયભાઈ ભારદ્વાજના અંગત આસીસ્ટન્ટ તરીકે વકીલાતની પ્રેકટીસ ચાલુ કરી અભયભાઇ ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ કારર્કીદીની શરૂઆત કરેલ. બાર કાઉન્સીલ ઇન્ડીયાના સભ્ય દિલિપભાઇ પટેલ તથા રાજકોટ બાર એસોસીએશન તથા મિત્ર વર્તુળોએ સરકારી વકીલ સમીરભાઇ ખીરાને અંતરથી તેના જન્મદિવસની   તેમના મોબાઈલ નં. ૯૮૨૫૭ ૬૫૨૦૦ ઉપર શુભેચ્છા પાઠવેલ છે.

(11:18 am IST)