Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

રાજકોટના પૂર્વ હિસાબી અધિકારી, જૂનાગઢના પૂર્વ ડે.મ્યુ.કમિશનર

પરોઢના ઉજાસ જેવા અધિકારી એન.જે. ગોહિલઃ હેપ્પી બર્થ ડે

રાજકોટ : રાજયના શહેરી વિકાસ વિભાગ હેઠળ શહેરી વિકાસ મિશનના નાયબ નિયામક તરીકે કાર્યરત શ્રી અન.જે.ગોહિલ માટે આજના સૂરજે વિશેષ યાદગાર દિવસ ઉગાડયો છે. તેમનો જન્મ ૧૯૭૬ ના વર્ષની ર જુલાઇએ થયેલ. આજે ગતિશીલ અને પ્રગતિશીલ જીવનના ૪પમાં વર્ષના પંથે પ્રયાણ કરતા તેમના પર શુભેચ્છા અનરાધાર વરસી રહી છે.

મૂળ અમરેલીના વતની શ્રી એન.જે. ગોહિલ અગાઉ અમરેલી અને રાજકોટમાં (જિલ્લા પંચાયત) હિસાબી અધિકારી, સુરેન્દ્રનગરમાં કાર્યકારી હિસાબી અધિકારી, જૂનાગઢ મહાનગરપાલિકામાં ચીફ ઓડીટર અને નાયબ કમિશનર વગેરે પદ યશસ્વી કામગીરી કરી ચૂકયા છે. હાલ ગાંધીનગર ખાતે સુપર કલાસ વન અધિકારી તરીકે કાર્યરત છે. દિલના ભાવ સાથે દિમાગનો પ્રભાવ તેમની વિશેષતા છે કહો દિલ સે, એન. જે.ગોહિલે કો  શુભકામના ફીરસે

ફોનઃ ૦૭૯-ર૩રપ૭પ૭૪ મો. ૯૪ર૬૯ પપ૬૦૦ ગાંધીનગર

(11:50 am IST)