Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

મોરબી ભાજપ અગ્રણી જેઠાભાઇ મિયાત્રાનો આજે જન્મદિન

મોરબી, તા.૨: ભાજપ પક્ષમાં સામાન્ય કાર્યકર થી લઈને અનેક પદ પર રહી સંગઠનને મજબૂત કરવામાં સહયોગ આપનાર અને હાલ મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે સેવાઓ આપી ઉલ્લેખનીય કામગીરી કરનાર શ્રી જેઠાભાઇ મિયાત્રા આજે ૫૩માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

મૃદુભાષી સરળ સ્વભાવના જેઠાભાઇ રાજકીય સાથે સામાજિક જવાબદારીઓનું વહન કરી રહ્યા છે. તેઓ હાલમાં મોરબી આહીર સમાજમાં મંત્રી તરીકે, મછોયા આહીર કેળવણી મંડળમાં, માતુશ્રી રામબાઈ માતાજીની જગ્યા ( વવાનીઆ )મા ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી રહ્યા છે. સંયુકત પરિવારના હિમાયતી તેઓ સ્ટાર હોટેલ સહિત બાંધકામ ક્ષેત્રે કાર્યરત છે.

વિશાળ મિત્ર વર્તુળ ધરાવતા જેઠાભાઈને આજે તેમના મો. નં.૯૦૬૭૦ ૪૪૪૪૪ પર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(11:22 am IST)