Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

રાજકોટના યુવા એડવોકેટ અમિત ગડારાનો આજે જન્મદિન

રાજકોટઃ યુવા એડવોકેટ અમિત વી. ગડારાનો આજે જન્મ દિવસ છે. તેઓ મુળ જામનગર તાલુકાના ધ્રાંગડા ગામના વતની છે અને કોલેજ સમયથી રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવીને સને ર૦૧પ થી વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલ છે. રાજકોટમાં ફોજદારી, દિવાની અને ફેમીલી અદાલતમાં વકીલાત કરી  રહ્યા છે. રાજકોટ બારમાં પોતાની અલગ પ્રતિભાને ઉભી કરેલ છે અને હાલ રાજકોટની ફેમીલી અદાલતમાં સરકારી પેનલ એડવોકેટ તરીકે નબળી આર્થિક પરીસ્થિતિ ધરાવતા પક્ષકારોને લીગલ એઇડ તરીકે સેવા આપી રહેલ છે. તેમજ રાજકોટની ખ્યાતનામ વિવિધ સહકારી મંડળીઓ, ફાયનાન્સ પેઢીઓના લીગલ એડવોકેટ તરીકે સેવા આપી રહેલ છે. તેઓ કડવા પાટીદાર સમાજની વિવિધ સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલ છે.

હાલ તેઓ અભયભાઇ ભારદ્વાજની ઓફીસના એડવોકેટ અલ્પેશ વી. પોકીયાની ઓફીસ સાથે જોડાયેલ છે. તેઓના જન્મ દિને મિત્રો, સગા-સ્નેહી દ્વારા મો. ૯૭ર૬૭ ૭૪૦૪૮ ઉપર શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(3:45 pm IST)