Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

જુનાગઢ જીલ્લાના સહકારી આગેવાન જેઠાભાઇ પાનેરાનો જન્મ દિવસ

જુનાગઢ : જીલ્લાના સહકારી આગેવાન અને ગુજરાત રાજય હેન્ડલુમ ફેડરેશન લી.ના સેક્રેટરી તેમજ કેળવણીકાર આહિર સમાજના અગ્રણી જેઠાભાઇ પાનેરાનો આજે ૬૭મો જન્મ દિવસ છે.

તા. ૧-૭-૧૯પ૧ના રોજ માણાવદર તાલુકાના આંબલીયા ઘેડ મુકામે આહિર ખેડૂત પરિવારમાં જન્મેલ જેઠાભાઇ નાની ઉંમરે રાજકીય ક્ષેત્ર પ્રવેશ કરી જુનાગઢ જીલ્લા પંચાયતમાં જુદી જુદી સમિતિમાં ચેરમેન તેમજ પ્રમુખ તરીકે ૧ર વર્ષ ઉમદા કામગીરી બજાવેલ તેમજ સહકારી ક્ષેત્રે જુનાગઢ જીલ્લા સહકારી બેંકના સતત ત્રણ ટર્મ ચેરમેન તરીકે કામગીરી કરેલ. જિલ્લાની તમામ સહકારી સંસ્થામાં હાલ ચેરમેન તથા ડીરેકટર પદે સેવા આપે છે. આજે તેઓના જન્મ દિન નિમિત્તે મો.નં. ૯૮રપર ર૯૩ર૭ ઉપર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(1:04 pm IST)