Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

યુવા એડવોકેટ વિવેક સાતાના જન્મદિવસ

રાજકોટ, તા. ર૯ :  એડવોકેટ વિવેક સાતાનો આવતીકાલ તા. ૩૦ જુનના રોજ જન્મદિવસ છે.

છેલ્લા ૯ વર્ષથી એડવોકેટ વિવેકભાઇએ સનદ મેળવી જામ-ખંભાળીયાથી વકીલાતની શરૂઆત કરેલ. ત્યારબાદ છેલ્લા પ વર્ષથી સીનીયર એડવોકેટ હરેશભાઇ પરસોડાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મુકામે ફોજદારી દિવાની તેમજ ખાસ કરીને  ફેમેલી કોર્ટમાં ખુબ જ નિષ્ઠાપૂર્વક પ્રેકટીસ કરી રહ્યા છે.

એડવોકેટ વિવેક સાતા હાલ સેસન્સ કોર્ટ રાજકોટ તેમજ ફેમેલી કોર્ટ-રાજકોટમાં લીગલ  એડવોકેટ તરીકે ફરજ બજાવે છે.

મુસ્લીમ યુવતીને ત્રિપલ તલાક આપી દીધા બાદ પણ ફેમેલી કોર્ટમાંથી ભરણ-પોષણ મંજુર કરાવતો મહત્વનો ચુકાદો મેળવી સીનીયર વકીલોની દાદ મેળવી છે.

એડવોકેટ એન્ડ નોટરી હરેશભાઇ પરસોડા તેમજ મિત્ર વર્તુળ એડવોકેટ વિવકેભાઇ સાતાને મો. ૯૮રપ૯ ૧રર૦૦ને શુભેચ્છા પાઠવી છે.

(3:46 pm IST)