Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

ચાલો ફરીએ, માર્ગમાં મળે તેને હૃદયનું વહાલ ધરીએ...

જન્મદિન કી ઘડી ફીર આયી,રમેશ મેરજા કો બાર-બાર બધાઈ

ગુજરાતમાં વહીવટી તંત્રના ગગનમાં ચમકતા તારલા જેવા શ્રી રમેશ મેરજા પર આવતીકાલના જન્મદિન નિમિતે આજથી જ શુભેચ્છાનો વરસાદ શરૂ થઈ ગયો છે. આ વરસાદ, જાણે પ્રભુનો પ્રસાદ...

ખેડાના જિલ્લાના નિવાસી અધિક કલેકટર શ્રી રમેશ મેરજાનો જન્મ તા. ૨૮ જૂન ૧૯૬૩ના દિવસે થયેલ. આવતીકાલે તેમના યશસ્વી જીવનના ૫૮માં વર્ષના કમાડ ઉઘડશે.ઙ્ગતેઓ મૂળ મોરબી પાસેના ચમનપર ગામના પાટીદારરત્ન છે. ભૂતકાળમાં રાજકોટમાં નાયબ મનોરંજન કર કમિશનર, પાલીતાણામાં પ્રાંત અધિકારી, આણંદ અને નવસારીમાં જિલ્લા પુરવઠા અધિકારી, રાજ્ય સ્ટેમ્પ ડયુટીમાં નાયબ અધિક્ષક, મહેસાણામાં નિવાસી અધિક કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે. ખેતીવાડી ક્ષેત્રે સ્નાતક થયા બાદ કાયદા અને પત્રકારત્વ ક્ષેત્રે અનુસ્નાતકની પદવી મેળવી છે. વહીવટી ક્ષેત્રે તેમણે પોતાની કાબેલિયત પુરવાર કરી છે. પોતે કિનારે ઉભા હોય તો પણ કોણ કેટલા 'પાણી'માં છે તે જાણી શકવાની તેમની આવડત છે. પ્રેમ કી ધારા બહતી હૈ જીસ દિલમેં, ચર્ચા ઉસકી હોતી હૈ હર મહફિલમેં... તેઓ મનભરીને જીવવામાં માને છે, મનમાં ભરીને નહિ.. અત્તરનો અભરખો નહિ, ખુદ ખુશ્બુ...

શ્રી રમેશ મેરજાની કાર્યશૈલી સંદેશ આપે છે કે કરૂણાની વાવણી કરો, પરોપકારનું પાણી પીવડાવો સ્નેહનો વરસાદ થશે, સુખની કૂંપણ ફુટશે, સંતોષની ઉપજ આવશે અને જીવન લહેરાશે...

ઈ-મેઈલઃ rameshmerja@gmail.com

ફોન નં. ૦૨૬૮ - ૨૫૫૩૩૩૪, મો. ૯૯૦૯૫ ૦૧૫૦૧ - નડીયાદ (ખેડા)

(11:33 am IST)