Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

યુવા કલાકાર અલ્પેશ ટાંકનો જન્મદિન

રાજકોટ તા. ૨૦ : ગુજરાતી ફિલ્મ જગતના ભિષ્મ પિતામહ એવા સ્વ. સુરેશભાઇ રાવલ પાસેથી અભિનય કલા શીખી અનેક હિન્દી-ગુજરાતી-ભોજપુરી ફિલ્મોમાં કલા પીરસી ચુકેલા અલ્પેશ ટાંકનો આજે જન્મ દિવસ છે. 'અગ્નિપથ' સહીત બે હિન્દી ફિલ્મો તેમજ 'આપણ તો ધીરૂભાઇ' સહીત ૧૦ જેટલી ગુજરાતી ફિલ્મો તેમજ અનેક સીડી આલ્બમોમાં કામ કરી ખ્યાતી મેળવી છે. આકાશવાણીમાં એઝયુઅલ એનાઉન્સર તરીકે ડો. વિપુલભાઇ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ યુવવાણીના ૫૦ જેટલા કાર્યક્રમો તૈયાર કરેલ. યુ-ટયુબ પર કોમેડી વિડીયો બાબુ બુચલરના ૧૦ એપીસોડમાં ભાગ લીધો છે. આજે જન્મ દિવસે ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે. તેમના મો. ૯૭૨૪૫ ૫૫૪૫૦ છે.

(3:49 pm IST)