Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

નિવૃત આસી.સુપ્રિન્ટેન્ડન્ટ અનંતભાઇ દવેનો આજે જન્મદિન

રાજકોટ : સિંચાઇ ખાતાના નિવૃત આસી.સુપ્રિન્ટેન્ડન્ટ અનંતભાઇ જે.દવેનો આજે જન્મદિન છે. તેઓ જીવનના ૮૦ વર્ષ પુર્ણ કરીને ૮૧માં વર્ષમાં પ્રવેશ કરે છે તેમજ એક મહિના અગાઉ લગ્ન જીવનના ૫૭ વર્ષ પુર્ણ કરીને ૫૮ વર્ષમાં પ્રવેશ કરેલ છે. બંને પ્રસંગો સાદગીથી ઉજવીને ગરીબ દર્દીની સારવાર માટે રૂ. ૫૦ હજાર થી બી.ટી.સવાણી કીડની હોસ્પિટલને રૂ.૫૦૦૧ વિદ્યાર્થીઓના પારિતોષીક માટે અને રૂ.૫૦૧ જ્ઞાતિના ગં.સ્વ.બહેનોના અનાજ કીટ માટે અર્પણ કરેલ છે. તેઓને ચોથા સ્ટેજનું કેન્સર હોવા છતા દ્રઢ મનોબળ સાથે માનવ સેવામાં અંતિમ સમય સુધી સેવા કાર્ય કરવાનો સંકલ્પ ધરાવે છે. અનંતભાઇને મો.૯૮૯૮૩ ૩૭૦૭૦ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(4:12 pm IST)