Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

હરિન માત્રાવડીયાનો જન્મદિન

રાજકોટ : લક્ષ્ય પામવા ફકત સપના જ જોવાના જોઈએ પણ ખરા સમયે જાગી પણ જવું જોઈએ. આજ વાકયને પોતાનો જીવન મંત્ર ગણતા ન્યુઝ ૧૮ ગુજરાતીના સિનીયર રીપોર્ટેર હરિન માત્રાવાડિયાનો આજ જન્મ દિવસ છે. ગાંધી ભૂમિ પોરબંદરમાં જન્મેલા હરિને કોલેજ સુધીનો અભ્યાસ પોરબંદરમાં કર્યા બાદ રાજકોટમાં પત્રકારત્વનો અભ્યાસ કર્યો. પિતા બકુલભાઈ એ કારકિર્દી પોતાની રીતે સમજવાની ઉમદા તક આપી અને હરિને પત્રકારત્વ ની દિશા માં આગળ ઝંપલાવ્યુ. હરિને પોતાની કારકિર્દી ની શરૂવાત જીટીપીએલ ચેનલ સાથે કરી, બાદ માં વીટીવી, અબતક અને હાલ તેઓ ન્યુઝ ૧૮ ગુજરાતીના સીનીયર રીપોર્ટેર તરીકે ફરજ બજાવી રહ્યા છે. રમત ગમત, અને સાહસવૃતિનો રસ ધરાવતા હરિને અનેક એકસકલુઝીવ સ્ટોરી દ્વારા અનોખું પત્રકારત્વ રજુ કર્યું છે. પોતાના સ્ટીંગ ઓપરેશન થકી સમાજ ને ઢઢોળવાનું પણ કામ કર્યું છે. અનેક લાઈવ કવરેજ ના પોતાનો વિચાર રજુ કરી લોક પ્રશ્નો ને વાચા આપી છે. હરિન માત્રાવાડિયા એ પોતાની કારકિર્દીમાં નરેન્દ્ર મોદી સહીત અનેક રાજનેતાઓ, ક્રિકેટરો, ફિલ્મ સ્ટાર, ઉદ્યોગપતિઓ સહિતના ઈન્ટરવ્યુ પણ કર્યા છે. મિત્રવર્તુળ તેમજ પરિવારજનો તરફથી જન્મ દિવસની શુભકામનાઓ મળી રહી છે. મો. ૯૫૮૬૮૩૮૬૩૪ છે.

(3:31 pm IST)