Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

ગોંડલ તાલુકા ભાજપના ઉપપ્રમુખ ચિરાગભાઇ ગોલનો જન્મદિન

મોવિયા,તા.૧૭: ગોંડલ તાલુકા ભાજપના ઉપપ્રમુખ યુવા એડવોકેટ ચિરાગભાઇ ગોલનો આજે તા.૧૭મીએ જન્મદિન છે. તેઓ ૨૯ વર્ષ પૂર્ણ કરીને ૩૦માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે.

તેઓ સેવા શિક્ષણ અને સંગઠન ભાવના તથા રાષ્ટ્રવાદી જેવા ગુણો ધરાવતા હોય વિદ્યાર્થી ેનેતાથી હાલ તાલુકા ભાજપ ઉપપ્રમુખ સંગઠનની જવાબદારી નિભાવી રહ્યા છે. ગ્રામ પંચાયતની ચુંટણીથી લઇ સંસદ સુધીની તમામ ચૂંટણીમાં પક્ષ માટે મહત્વની ભુમિકા ભજવે છે. 'નેતાજી' હુલામણા નામથી જાણીતા બનેલા ચિરાગભાઇને તેના જન્મદિને મિત્રો શુભેચ્છકો આગેવાનો દ્વારા તેમના મોબાઇલ ૮૧૨૮૪ ૦૦૯૬૦ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(11:18 am IST)