Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

ગુજરાત વિદ્યુત ટેકનીકલ કર્મચારી મંડળના પ્રમુખ મહેન્દ્રભાઇ રાજયગુરૂનો જન્મદિન

રાજકોટઃ ગુજરાત વિદ્યુત ટેકનીકલ કર્મચારી મંડળના પ્રમુખશ્રી મહેન્દ્રભાઇ રાજયગુરૂ (મો. ૯૮રપ૪ ૯૦૭ર૧) લાંબા સમયથી પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. જી.ઇ.બી. વખતથી ટેકનીકલ કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા સાથે સન્માનનીય સ્થાન ધરાવે છે. જાહેર જીવનમાં સૌરાષ્ટ્ર વિદ્યાર્થી સંઘના મહામંત્રી તરીકે સેવા આપી વિદ્યાર્થીઓમાં ખૂબ  ચાહના મેળવેલ છે. રાજકોટ જીલ્લા યુવક સંઘ, સીટીયુથ કાઉન્સીલ, તેમજ જી.ઇ.બી. કર્મચારી મંડળના એકશન કમિટીના કન્વીનર પણ છે. ગઇકાલે તા.૧પ માર્ચના રોજ ૬૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. ગુ.વિ.ટે.ક. મંડળના સેક્રેટરી જનરલ રાજુ આર. ખત્રી અને તેમના અનેક ચાહકો-પ્રશંસકોએ તેમને જન્મ દિવસની શુભકામના પાઠવેલ છે.

(12:12 pm IST)
  • રિઝર્વ બેન્કના પગલાથી શેરબજાર ખુશ નથીઃ સેન્સેકસ હાઇથી ૮૫૦ પોઇન્ટ પછડાયો : મુંબઇઃ બપોરે ૩ વાગ્યે સેન્સેકસ ૨૧૭ પોઇન્ટ ઘટીને ૨૯૭૨૯ અને નીફટી ૧૦ પોઇન્ટ ઘટીને ૮૬૩૧ ઉપર છેઃ ડોલર સામે રૂપિયો ૭૫.૧૬ ઉપર છેઃ આજે સવારે સેન્સેકસ ૧૪૦૦ પોઇન્ટ અપ હતો access_time 4:17 pm IST

  • ભારતમાં ૧૮ જાન્યુઆરીથી ૨૩ માર્ચ વચ્ચે ૧૫ લાખ આંતરરાષ્ટ્રીય મુસાફરો વિદેશથી ભારતમાં આવ્યા છે : આ ખૂબ જ ગંભીર બાબત જણાવાઈ રહી છે (ન્યુઝ ફર્સ્ટનો હેવાલ) access_time 3:27 pm IST

  • સરકારી હોસ્પિટલના ડોકટરો, નર્સો અને સ્ટાફને રતન તાતા તરફથી મફત ભોજન મળશે. તાજ ગ્રુપ ઓફ હોટલ્સ સ્પોન્સર કરશે. જો કે આ જાહેરાત માત્ર મુંબઈ પુરતી છે કે બધા મેટ્રોપોલીટીન શહેરો માટે તે સ્પષ્ટ નથી થયુ. ટ્વીટર ઉપર પૂજા દત્તાએ આ ટ્વીટ કર્યુ હતું. access_time 4:18 pm IST