Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

પાણી પુરવઠાના 'પાણીદાર' મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનો બર્થ ડે

રાજકોટઃ. રાજ્યના પાણી પુરવઠા, પશુપાલન વગેરે વિભાગોના કેબીનેટ મંત્રી અને જસદણના ભાજપના ધારાસભ્ય શ્રી કુંવરજીભાઈ બાવળિયાનો જન્મ ૧૯૫૫ના વર્ષની ૧૬ માર્ચે થયેલ. આજે ૬૬માં વર્ષમાં પ્રસ્થાન કર્યુ છે. તેઓ બી.એસસી. - બી.એડ.ની પદવી ધરાવે છે.

ભૂતકાળમાં શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂકેલા શ્રી કુંવરજીભાઈ ૫ વખત ધારાસભ્ય અને ૧ વખત લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા છે. કોળી સમાજ સહિત વિવિધ ક્ષેત્રે તેમનુ મહત્વનું યોગદાન છે. એક સમય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય પણ હતા. સતત લોકોની વચ્ચે રહેતા સરળ નેતા તરીકે જાણીતા છે.

મો. ૯૮૨૪૪ ૫૧૩૨૧ - રાજકોટ

(12:10 pm IST)
  • કોરોના વાઇરસનો સામનો કરવા માટે " હમ સબ એક હૈ " : વડાપ્રધાનના લોકડાઉન આદેશનો અમલ કરો : સોશિઅલ ડિસ્ટન્સ કેમ જાળવવું તે અંગે સલાહ આપવા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી રોડ ઉપર નીકળી પડ્યા : ચોકથી કુંડાળા બનાવી લોકોને ટોળે નહીં વળવા સમજાવ્યું access_time 1:42 pm IST

  • જામનગર: લોકડાઉન દરમ્યાન રસ્તા પર નિકળેલા 282 વાહનો ડિટેઇન: એસપી સહિતના પોલીસ સ્ટાફે જાહેરમાર્ગો પર ઉતરી કરી કાર્યવાહી: જામનગરમાં 11 જેટલા લોકો સામે FIR પણ દાખલ કરાઈ access_time 9:56 pm IST

  • અમેરીકામાં કોરોનાનો ગજબનાકનો ફુંફાડો ચાલુઃ ચીન કરતા કેસો વધ્યા : યુ.એસ.એ.માં કોરોનાના ૮૨ હજાર કેસો નોંધાયાઃ ઇરાનમાં મૃત્યુઆંક ૨૦૦૦ access_time 11:31 am IST