Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

જુનાગઢના યુવા ઉદ્યોગપતિ સંજય કોરડીયાનો જન્મદિન

 જુનાગઢ તા. ૧૪: જુનાગઢના યુવા ઉદ્યોગપતિ, રાજકિય અગ્રણી અને કડવા પાટીદાર જ્ઞાતિના યુવા માધાંતા સંજયભાઇ કોરડીયાનો આજે જન્મ દિન છે, સંજયભાઇ કોરડીયા બેસન ઉત્પાદનની જ દુનિયાના ઉદ્યોગપતિ છેલ્લા ૩૧ વર્ષથી જુનાગઢમાં વસવાટ કરી વનરાજ ફુડ ઇન્ડસ્ટ્રીઝ, વનરાજ પ્રોટીન ઇન્ડસ્ટ્રીઝ-જુનાગઢ, વેણણુ બેસન મીલ્સ અમદાવા, વેણુ બેસન ઇન્ડસ્ટ્રીઝ-રાજકોટ વિમલ પ્રોટીન્સ ઇન્ડસ્ટ્રીઝ-જુનાગઢ, બેલવ્યુ સરોવર પોર્ટીકો-જુનાગઢ જેવા અનેક ઔદ્યોગિક સાહસો હાથ ધરી, ખરી મહેનત, ઇમાનદારી, સંઘર્ષના સુભગ સમન્વયથી આજે ઉદ્યોગ જગતમાં અલગ છાપ ઉભી કરી છે.

મુળ વતન મોટી વાવડી, તા. ધોરાજી જિ. રાજકોટ શ્રી સંજયભાઇ કોરડીયા બી.એ. સુધીનો અભ્યાસ કરી જુનાગઢમાં ૩૧ વર્ષ પહેલા વસવાટ કર્યો અને પોતાની આગવી કુનેહ અને જીવનના ઉચ્ચતમ મુલ્યો સાથે ધીમે ધીમે અનુભવ મેળવી ઉદ્યોગ જગત અને ત્યારબાદ રાજકિય રીતે પ્રગતિ હાથ ધરી છે તેઓફ પુર્વ સ્થાયી સમિતીના ચેરમેન, પુર્વ શહેર ભાજપ પ્રમુખ, હાલના કોર્પોરેટરશ્રી તથા વર્તમાન માન. વડાપ્રધાનશ્રીના સ્વચ્છતા અભિયાનમાં નેતૃત્વ સંભાળી રહ્યા છે. તો વિશેષ રૂપે સમન્વય ચેરી. ટ્રસ્ટના મેને. ટ્રસ્ટી, પુષ્ટી સંસ્કાર સંસ્થાના ટ્રસ્ટી, વલ્લભ યુથ ઓર્ગોનાઇઝેશનના પ્રમુખ, માનવ સેવા ટ્રસ્ટ, મોરબીના ટ્રસ્ટી, સિદસર રજત જયંતિ મહોત્સવ સ્વયંસેવક સમિતિના અધ્યક્ષ, મેગા ફેર મહોત્સવ, ગાંઠીલાના ઔદ્યોગિક સમિતીના અધ્યક્ષ, ઉમીયા માતાજી મંદિર સિદસરના કારોબારી સભ્ય, ઉમિયા માતાજી મંદિર, ગાંઠીલાના કારોબારી સભ્ય, જેસીઆઇના પુર્વ પ્રમુખ, સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાત ઝોન જુનીયર ચેમ્બર ઇન્ટરનેશનલના પુર્વ ઉપપ્રમુખ જેવી અનેકવિધ જવાબદારીઓ નિભાવી છે અને વર્તમાનમાં પણ નિભાવી રહ્યા છે.  તેમના મોબાઇલ નંબરઃ ૯૮રપ૦ ૮ર૦૧૦ ઉપર શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(11:36 am IST)