Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

ભારતીય રાજનીતિને નવી દિશા આપનાર કાશીરામનો જન્મદિન

રાજકોટ : બહુજન મહાનાયક માન્યવર કાંશીરામનો જન્મ ૧પ માર્ચ ૧૯૩૪ ના રોપડ જિલ્લાના ખવાસપુર (પંજાબ) ખાતે રામદાસિયા પરિવારમાં પિતા સરદાર હરિસિંહ માતા બિશનકૌરની પાવન કુખે થયો હતો. એમને સાહેબ યા માન્યવર તરીકે સંબોધવામાં આવે છે. કાલે તેમનો ૮૬ મો જન્મદિન છે.

સને ૧૯૬૪ માં બુધ્ધ જયંતિ અને ડો. બાબાસાહેબ આંબેડકટર જયંતીની રજા રદ ના થઇ હોત તો કાશીરામ નામની ચિંગારી સળગીના હોત. માન્યવેર વંચિત સમાજને સત્તામાં સામેલ થવાના ડો. આંબેડકર ના સપનાને પુરૂ કર્યુ. બહુજન આંદોલનને આગળ વધારવા માટે દલિત શોષિત, સમાજ સંઘર્ષ સમિતિ બામસેફ, બુધ્ધિષ્ઠ રિચર્સ સેન્ટર અને રાજનૈતિક બહુજન સમાજ પાર્ટીની સ્થાપના ૧૪-૪-૧૯૮૪ ના દિલ્હી સ્થિત બોટ કલબ ખાતે કરવામાં આવી. બહુજન સમાજ પાર્ટીએ દેશના સૌથી મોટા પ્રદેશ ઉત્તર પ્રદેશમાં સત્તા પ્રાપ્ત કરી તેમન ઉત્તરાધિકારી આયર્ન લડી, બહેન કુમારી માયાવતીજીને ચાર-ચાર વખત મુખ્યમંત્રી બનાવી દલિતો, વંચીતો, શોષિતો, પછાતો, નિર્ધનો, બહુજનો માટે રાજનિતીમાં પ્રવેશ કરાવી સર્વોચ્ચ પદ સુધી જવાનો માર્ગ ખોલ્યો.

ડો. બાબાસાહેબ આંબેડકર પછી કાંશીરામજીએ પણ મીડીયાની તાકાતને સમજી બહુજનોનું મીડીયા ઉભુ કરવા માટેની કોશિષ કરી જેમા... અનટચેબલ ઇન્ડીયા, બામસેફ બુલેટીન, અપ્રેસ્દ ઇન્ડીયા (અંગ્રેજી), તથા બહુજન સંગઠન (હિન્દી), બહુજન નાયક (મરાઠી - બાંગલા), બહુજન ટાઇમ્સ (દૈનિક) બહુજન એકતા જેવા પ્રકાશનો, પત્રકારિતાથી બહુજન આંદોલનને નવો વળાંક મળ્યો હતો.

લેખન :- દિનેશ સી. પડાયા (રાજકોટ) મો. ૯૯ર૪૩ ૯૬૯પ૮

(11:36 am IST)
  • મહામારીના સમયમાં સ્થળાંતર ના કરશોઃ ગુન્હો બને છેઃ શિવાનંદ ઝા : ગુજરાતના ડાયરેકટર જનરલ ઓફ પોલીસ શ્રી શિવાનંદ ઝાએ કહયું છે કે હાલની કોરોના મહામારીના સમયે સ્થળાતંર નહિ કરશો, ગુન્હો બને છે. રાજયના સુરત, રાજકોટ સહિતના મોટા શહેરોમાંથી પર પ્રાંતીય લોકો વતન તરફ ભાગવા લાગ્યા છે તે સંજોગોમાં રાજયના પોલીસ વડાની આ જાહેરાત ખુબ મહત્વની છે. આજથી ગુજરાતમાંથી સ્થળાંતર સંપૂર્ણ બંધ છે. access_time 11:32 am IST

  • સૌરાષ્ટ્રમાં આવતીકાલ બપોર સુધી વાદળછાયું વાતાવરણ રહેશેઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વધુ અસર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોવા મળશેઃ હવામાન ખાતુ access_time 3:20 pm IST

  • ક્રેડિટકાર્ડને લોનની વ્યાખ્યા હેઠળ ગણવામાં આવશે : બેંકો 3 મહિના માટે છૂટછાટ આપી શકશે :રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા access_time 8:27 pm IST