Gujarati News

Gujarati News

News of Friday, 13th March 2020

જેતપુરશ્રી સ્વામીનારાયણ મંદિરના કોઠારી નિલકંઠ ચરણદાસજીનો જન્મદિવસ

જુનાગઢ તા.૧૩ : શ્રી સ્વામીનારાયણ  મંદિર ગાદી સ્થાન તિર્થધામ જેતપુર અને શ્રી સ્વામીનારાયણ મહામંત્ર ધામ  ફરેણી તેમજ સ્વામીનારાયણ મંદિર કલાકુંજ સુરતના મુખ્ય કોઠારીશ્રી શાસ્ત્રી સ્વામી નિલકંઠચરણદાસજીનો આજે ૬૧મો જન્મોત્સવ છે.

જેની સેવક સમુદાય હરીભકતો દ્વરા ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં સુરત ખાતે મંદિરમાં સવારથી ધુનકિર્તન રવામાં આવી રહયા છે અને રાત્રે ગુરૂપુજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેમાં હરિભકતો પુ. સ્વામીનુ ભાવપુજન કરશે. તેમજ જેતપુર મંદિર ખાતે તેઓના દિઘાર્યુ માટે ધુનકિર્તનનું આયોજન કરાયું છે. આમ હરિભકતો દ્વારા અલગ અલગ સ્થળોએ સ્વામીજીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને તેમના જન્મદિન નિમિતે સંતો અને હરિભકતો મો.૯૩૭૭૭ ૧૩૩પ૯ ઉપર શુભેચ્છા પાઠવી રહયા છે

(12:40 pm IST)
  • રાજસ્થાનના ડુંગરપુર બાજુ બાઈક ઉપર આવી રહેલ એક પિતા અને મુત્રને કોરોના પોઝિટિવ આવેલ છે : રાજસ્થાનમાં આજે 7 નવા કેસ થયા છે access_time 12:30 am IST

  • ઇટાલીમાં એક જ દિવસમાં કોરોનાના 1,000 મૃત્યુ નોંધાયા : ઇટાલીમાં કુલ 86,500 થયા : મૃત્યુઆંક 6000એ પહોંચવા આવ્યો access_time 12:28 am IST

  • યુદ્ધના મોડમાં મોદી કેબીનેટ : દરેક પ્રધાનોને અલગ - અલગ રાજયનો હવાલો : કોરોના સામે વિશ્વ યુદ્ઘની જેવી તૈયારી : કેન્દ્ર સરકારે કેબિનેટ મંત્રીઓને અલગ અલગ રાજયોની જવાબદારી સોપી : કેન્દ્ર સરકાર અને પીએમ મોદી કોરોના વાઈરસ સાથેની લડાઇમાં કોઈ કસર છોડશે નહીં : કેન્દ્ર અને રાજય વચ્ચે સારા સંકલનની સાથે પરિસ્થિતી પર કેબિનેટ મંત્રીઓ સારી રીતે ધ્યાન રાખશે access_time 1:08 pm IST