Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

એડવોકેટ હિતેષ દવેનો આજે જન્મદિનઃ ૫૨માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ જાહેર જીવનમાં સિધ્ધ અને પ્રસિધ્ધ એડવોકેટ શ્રી હિતેષ દવેનો જન્મ ૨૦ ફેબ્રુઆરી ૧૯૭૦ના દિવસે થયેલ. આજે બાવનમાં વર્ષના દ્રારે ઉત્સાહભર્યા ટકોરા માર્યાં છે. તેઓ મુળ અમરેલી જીલ્લાના મોટા લીલીયા તાલુકાના ઈંગોરાળા ગામના વતની છે અને રાજકોટને કર્મભૂમિ બનાવી છે.

રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના અગ્રણી હરગોવિંદભાઈ દવેના પુત્ર હિતેષભાઈ દવે જુલાઈ-૨૦૨૦માં સ્પે.પી.પી. (ગૌવંશ તથા ગોમાંસ) તરીકે નિયુંકત થયેલ છે અને તેઓ વિજય કોમર્શીયલ કો.ઓ.બેંકમાં ડિરેકટર તરીકે તેમજ રાજકોટ શહેર ભાજપ લીગલસેલના સંયોજક તરીકે કાર્યરત છે. તેઓ વર્ષ ૨૦૧૬ તથા ૨૦૧૯ એમ બે વખત ગુજરાત બાર કાઉન્સિલમાં કો-ઓપ સભ્ય તરીકે માનવંતુ સ્થાન ધરાવેલ છે. ગાયત્રી એજયુ. એન્ડ ચેરી. ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી છે. બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રંગે રંગાઈને મહત્વની જવાબદારી સંભાળી છે. મો.૯૪૨૮૨ ૦૪૦૩૧, મો.૮૪૦૧૪ ૧૩૪૪૫ છે.

(3:22 pm IST)