Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

સેલસ હોસ્‍પિટલના મેડિકલ ડાયરેકટર ડો.ધવલ ગોધાણીનો જન્‍મદિવસ

રાજકોટઃ માત્ર રાજકોટ જ નહીં ગુજરાતભરમાં હેલ્‍થકેર ક્ષેત્રે એક વિશિષ્ટ ઓળખ ધરાવનાર અને કોરોના મહામારી સહિત અનેક બીમારીઓમાં અગણિત દર્દિઓના જીવન બચાવવામાં મહત્‍વની ભૂમિકા ભજવનાર અને અનેક એવોર્ડથી સન્‍માનીત એવા રાજકોટની નામાંકિત સેલસ હોસ્‍પીટલના મેડિકલ ડાયરેક્‍ટર ડો. ધવલ ગોધાણીનો આજે જન્‍મદિવસ છે.

રાજકોટમાંથી મેડિકલ ડિગ્રી મેળવી ઉચ્‍ચ અભ્‍યાસ માટે લંડનથી હેલ્‍થ કેર મેનેજમેન્‍ટમાં માસ્‍ટર્સ ડીગ્રી મેળવી વતનની સેવા અર્થે પોતાની આગવી કોઠાસુઝ થી ડો. ધવલ ગોધાણીએ સેલસ હોસ્‍પીટલની સ્‍થાપના કરી છે. તેઓ પોતાના કૌશલ્‍યનો માનવસેવામાં ઉપયોગ કરવાનો જીવનમંત્ર બનાવી ઘર આંગણે આરોગ્‍ય સેવાને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરની સુવિધા ઉપલબ્‍ધ કરાવવા અને પોતાના બહોળા અનુંભવનો વતનને લાભ મળે તે માટે સખત પરિશ્રમ કરી હંમેશા પ્રયત્‍નશીલ રહે છે. તેઓ ઉપર આજે તેમના જન્‍મદિવસે તેઓ ઉપર શુભેચ્‍છાઓની વર્ષા થઈ રહી છે.

(3:38 pm IST)